Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત જોડો યાત્રામાં જોડાવા સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસનું આમંત્રણ

કોંગ્રેસે અમેઠીથી ભાજપ સાંસદ સ્મૃતિ ઈરાનીને પત્ર લખીને તેમને રાજ્યમાં રાહુલ ગાંધીની અધ્યક્ષતાવાળી ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે આમંત્રણ મોકલ્યુ છે.
કોંગ્રેસ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ એમએલસી દીપક સિંહે કહ્યુ કે તેમણે સ્મૃતિ ઈરાનીના સચિવ નરેશ શર્માને બુધવારે ગૌરીગંજ સ્થિત તેમના કેમ્પ કાર્યાલયમાં આમંત્રણ સોંપ્યુ છે. તેમને કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ ભારત જોડો યાત્રામાં સામેલ થવા માટે તમામને આમંત્રણ આપવાનો આદેશ આપ્યો હતો.
આમંત્રણ વિશે પૂછવા મુદ્દે ભાજપના જિલ્લાધ્યક્ષ દુર્ગેશ ત્રિપાઠીએ કહ્યુ કે અમેઠીના સાંસદ કે પાર્ટીના કોઈ અન્ય કાર્યકર્તાનો યાત્રામાં સામેલ થવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી. દુર્ગેશ ત્રિપાઠી કહે છે કે ભાજપ હંમેશા અખંડ ભારતના માર્ગે કામ કરે છે. ભારત ક્યારેય તૂટ્યુ નથી તો આને જોડવાની વાત ક્યાંથી આવી તે તેમને ખબર નથી.
ભારત જોડો યાત્રા ૩ જાન્યુઆરીએ ગાઝિયાબાદથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. ભારત જોડો યાત્રા યુપીની સરહદની અંદર ૫ દિવસ રહેશે જે માટે પ્રદેશ કોંગ્રેસ કમિટી ખાસ તૈયારીઓ કરી રહી છે. પ્રદેશ કોંગ્રેસના મીડિયા સંયોજક લલન કુમારે જણાવ્યુ કે પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ભારત જોડો યાત્રાનો રૂટ મેપ જાહેર કરી દીધો છે. સ્મૃતિ ઈરાનીએ ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠીથી હરાવ્યા હતા. સ્મૃતિ ઈરાની કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ૫૫,૧૨૦ મતથી હરાવવામાં સફળ રહ્યા હતા. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પોતાની હાર બાદ સ્મૃતિ ઈરાની આગામી પાંચ વર્ષોમાં પોતાની લોકપ્રિયતા વધારવામાં સફળ રહ્યા હતા.

Related posts

प्रधानमंत्री नरेन्द्र मोदी ने किया गुजरात भवन का उद्‌घाटन

aapnugujarat

બજેટ : ગરીબ, ખેડૂત, મજુર,મધ્યમ વર્ગ માટે રાહતનો વરસાદ

aapnugujarat

૨૧મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં શિલાન્યાસની શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1