Aapnu Gujarat
બ્લોગ

બ્લ્યુ વ્હેલ ઉર્ફે સુસાઇડલ ગેમનો હાહાકાર

હાલ ઈન્ટરનેટનો યુગ ચાલી રહ્યો છે ત્યારે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ પણ ઈન્ટરનેટના ઉપયોગ કરતા થયા છે.તેમજ બાળકોની સાથે સાથે યુવાનો અને વૃધ્ધો પણ નવરાશની પળોમાં ઈન્ટરનેટ પર ગેમ રમતા હોય છે પરંતુ તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે ઈન્ટરનેટ પર બ્લુ વેલ નામની ગેમ આવી છે જે અત્યંત ખતરનાક સાબિત થય છે અને તેનો પ્રભાવ સૌથી વધારે તીન એજર એટલે કે ૧૧-૧૯ વયના બાળકો પર પડે છે અને આ ગેમ તેના અંતિમ ચરણમાં આપધાત કરવા મજબુર કરે છે તેટલી ભયાનક છે.જેથી કરીને વાલીઓએ તેના બાળકોએ આ ગેમથી સાવચેત રાખવા.આ ગેમ વિષે અન્ય ને પણ જાગૃત કરવા જેથી કરીને કોઈ વ્યક્તિ ક બાળક આ ગેમનો ભોગ ન બને.
રશિયા માં આ ગેઇમ રમતા ૧૩૦ ટીન એજરો એ આપઘાત કરી મરી ગયા છે. આ નેટ પર રમાતી ગેઇમ માં એવુ તે શું છે કે કિશોર કિશોરીઓ આપઘાત કરે છે ? તો જાણો આ ગેમ વિષે અને તમારા બાળકોને સલામત રાખો
૧ : આ રમત નેટ પરથી રમાય છે ઓનલાઇન.પ્લે સ્ટોર પર થી ઇન્સ્ટોલ નથી થાતીપ પરંતુ બ્લ્યુ ટુથ કે પછી ઈમેઈલ દ્વારા ક્યાંક થી મોકલી રહી છે.
૨ : આ ગેઇમ માત્ર ટીન એજરો જ જન્મ તારીખ ની ખરાઇ કર્યા પછી રજીસ્ટર કરે છે. તેમાં પચાસ દિવસ ની મુદત હોય છે. દરરોજ જુદી જુદી ચેલેન્જ કહેવા માં આવે છેપ વહેલી સવારે ૪.૨૦ કલાકે ઉઠી જવું શરીર નાં કોઇપણ ભાગ પર વ્હેલ નું ચિત્ર દોરી છુંદણુ કરવું છાપરા પર કે છત પર ચઢવું ઉંચી જગ્યાએથી ભુસકો મારવો હોરર ફિલ્મ જોવી વિગેરે વિગેરે
૩ : જો રજીસ્ટર કરનાર ગેઇમ છોડવા માટે કહે તો તેમ કરે તો એડમીન તેના ઘર પરિવાર ને નુકશાન પહોંચાડશે તેવી ધમકી આપવામાં આવે છેપ
૪ : છેલ્લે પચાસમેં દિવસે અમુક ને આપઘાત કરવા સુચના અપાય છેપ કેવી રીતે કરવો એ પણ જણાવવામાં આવે છે. દરેક પેરન્ટ્‌સે હવે આ બાબતે પોતાના બાળક ની વોચ રાખવી જરુરી થઇ ગઇ છેપ તેની વર્તણુક અને તે શું કરી રહ્યો છે તે જાણવું જરુરી થઇ ગયું છે. ચેતતા નર સદા સુખી.સવાલ એ છે કે કોઈ ઑનલાઇન ગેમ એવી તે કેવી હોય કે જેનાથી વ્યક્તિ પોતાનો જ જીવ કાઢી નાખવા માટે તૈયાર થઈ જાય અને કાઢી પણ નાખે? છતાં હકીકત એ છે કે અત્યાર સુધીમાં વિશ્વભરમાં ૧૩૦થી પણ વધુ વ્યક્તિઓએ આ ગેમના પાપે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેમાંના મોટા ભાગના ઇમ્પ્રેશનેબલ એજમાં રહેલાં બાળકો-ટીનેજરો જ છે. અત્યારે જોકે આ નામની અનેક ઍપ્સ ફૂટી નીકળી છે, પરંતુ હકીકત એ છે કે બ્લુ વ્હેલ ગેમ કોઈ ઍપ ડાઉનલોડ કરીને રમી શકાય એવી જસ્ટ અનધર ગેમ નથી. ઈવન એને એક્સબૉક્સ કે પ્લેસ્ટેશન જેવાં ગેમિંગ કૉન્સોલ પર કે કમ્પ્યુટર પર પણ રમી શકાય એવી નથી. એટલે સુધી કે એના નામની વેબસાઇટ ઓપન કરીને પણ આ ગેમ રમવા માંડીએ એવું બનતું નથી.બ્લુ વ્હેલ ગેમ દરઅસલ એક ઇન્ટરનેટ ફિનોમેનન છે, એક પ્રકારનો કુત્સિત ઇન્ટરનેટ ક્રેઝ છે. એવું જાણવા મળે છે કે ફિલિપ બુદેઇકિન નામના બાવીસ વર્ષના રશિયન યુવાને મોટે ભાગે ૨૦૧૩માં આ ગેમ વિકસાવેલી. એકબીજાને અપાતી અને સ્વીકારાતી ચૅલેન્જના સ્વરૂપમાં આ ગેમ રમાય છે અને અલગ-અલગ ટાસ્કના અંતે રમનારી વ્યક્તિને આત્મહત્યા કરવા માટે પ્રેરવામાં આવે છે. આ યુવાન પર પછી તો સાઇબિરિયન ર્કોટમાં કેસ ચાલ્યો અને લોકોને આત્મહત્યા કરવાની પ્રેરણા આપવાના ગુના સબબ તેને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. અત્યારે તે યુવાન તો જેલમાં છે, પરંતુ તેણે શરૂ કરેલો ક્રેઝ ઇન્ટરનેટ પર દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે.૨૦૧૩માં સાઇકોલૉજીના સ્ટુડન્ટ એવા ફિલિપ બુદેઇકિને આ સાઇકોપૅથિક ગેમની શરૂઆત કરેલી. તેણે રશિયામાં સૌથી પૉપ્યુલર એવી યુરોપિયન સોશ્યલ નેટવર્કિંગ સાઇટ વીકે અથવા તો વી કૉન્ટૅક્ટ પર એફ૫૭ નામનું એક ડેથ ગ્રુપ બનાવ્યું. એ ગ્રુપમાં જોડાતા લોકો આ બ્લુ વ્હેલ ગેમની ચૅલેન્જિસ સ્વીકારે અને એક પછી એક ટાસ્ક પૂરા કરતા જાય, જેનો છેલ્લો ટાસ્ક હોય આત્મહત્યા. આ યુવાનનાં કરતૂતો જાણ્યા પછી તેની યુનિવર્સિટીએ પણ તેને કાઢી મૂકેલો. જ્યારે તેના પર ખટલો ચાલ્યો ત્યારે તેણે શૉકિંગલી કહેલું કે આ ગેમ ક્રીએટ કરવા પાછળ તેનો હેતુ દુનિયામાં નકામા લોકોને આત્મહત્યા તરફ પ્રેરીને સમાજને સ્વચ્છ કરવાનો હતો. એ ડેથ ગ્રુપમાં વૉટ્‌સઍપની જેમ એક ઍડિ્‌મનિસ્ટ્રેટર હોય, જે ગ્રુપલીડર તરીકે વર્તીને ગ્રુપમાં સામેલ સભ્યોને દરરોજ એકેક ટાસ્ક આપતો જાય. ગ્રુપમાં નવા-નવા સભ્યો જોડાતા જાય, સાઇકોલૉજિકલી એકબીજાને બતાવી દેવા માટે ચડસાચડસી થાય અને ગેમ આગળ ચાલતી જાય. આ ગેમ રમી રહેલા લોકો નવા-નવા લોકોને ચૅલેન્જ આપે અને આ રીતે ગેમનો ફેલાવો પણ વધતો જાય. ફિલિપની ધરપકડ પછીયે આ ગેમ ધીમે-ધીમે રશિયાના સીમાડા વટાવીને સમગ્ર વિશ્વમાં પ્રસરી ગઈ અને અન્ય સોશ્યલ નેટવર્કસમાં પણ એનો પગપેસારો થઈ ગયો. આજે પણ વી કૉન્ટેક્ટમાં આપણો પ્રોફાઇલ બનાવીને હૅશટૅગ બ્લુ વ્હેલ સર્ચ મારીએ તો આપણે ડરી જઈએ એવી તસવીરો ધરાવતા પ્રોફાઇલ સામે આવે છે. જોકે ખરેખર બ્લુ વ્હેલ રમનારાઓ સુધી પહોંચવું આટલું આસાન નથી હોતું, કેમ કે આ બધું જ જોખમી કામકાજ ડાર્ક નેટની તરેહ પર થાય છે. મતલબ કે એને લગતા ગ્રુપ સુધી પહોંચવા માટે ખાસ પ્રકારના કોડવર્ડ ક્રીએટ કરવામાં આવે છે, જે પિઅર ટુ પિઅર એટલે કે એક યુઝરથી બીજા યુઝરમાં પાસ ઑન થતા રહે છે. યાને કે ઉપરથી શાંત લાગતું જળ ઘણું ઊંડું હોય છે અને એમાં કેટલાંય તોફાન ઘૂઘવતાં હોય છે.બ્લુ વ્હેલ એક સાઇકોલૉજિકલ ગેમ છે અને ડિપ્રેશન, સાઇબરબુલિઇંગના શિકાર કે ઇમ્પ્રેશનેબલ ઉંમરમાં રહેલા લોકો આ ગેમની કાર્યપદ્ધતિના આસાન શિકાર બને છે. હવે જાણીએ કે એક્ઝૅક્ટ્‌લી આ ગેમમાં હોય છે શું? આ ગેમ પચાસ દિવસ ચાલે છે અને મોટે ભાગે એનાં ગ્રુપ્સમાં ઇન્વિટેશનથી જ એન્ટ્રી મળે છે. આ પચાસ દિવસ દરમ્યાન એના યુઝર્સને અલગ-અલગ ટાસ્ક આપવામાં આવે છે. દરેક ટાસ્ક વહેલી સવારે ચાર વાગીને વીસ મિનિટે શરૂ થાય છે. આ સમયનો યહૂદી બાઇબલના ત્રીજા પુસ્તક બુક ઑફ લેવિટિકસ સાથે સંબંધ છે, જેમાં લૉઝ ઑફ સિન ઑફરિંગ્સ એટલે કે પોતાનાં પાપ કબૂલીને એની સજા ભોગવવાની વાત લખવામાં આવી છે. સવારે ચાર ને વીસે ઊઠ્યા પછી બીજા ટાસ્કમાં તમારા બેસ્ટ ફ્રેન્ડને કહેવાનું રહે છે કે તમે તેને ધિક્કારો છો. દરેક ટાસ્ક પૂરો કર્યાનો ફોટોગ્રાફિક પુરાવો મેળવવાનો અને એને ઍડિ્‌મનિસ્ટ્રેટરને સબમિટ કરવાનો. ત્રીજા દિવસે વ્યક્તિને અડધી રાત્રે કોઈ ભૂતિયા ફિલ્મ જોવાનો ટાસ્ક સોંપાય. આ ફિલ્મ મોટે ભાગે ‘ધ રિંગ’ નામની અત્યંત ડરામણી સાઇકોલૉજિકલ હૉરર ફિલ્મ જોવાનું કહેવામાં આવે છે. ચોથા ટાસ્કમાં તેણે બહારની દુનિયાને પોતાના દૃઢ ઇરાદાની જાણ કરવાની રહે છે. આ માટે તેણે સોશ્યલ મીડિયા પર હૅશટૅગ સાથે આઇ ઍમ અ વ્હેલનું સ્ટેટસ મૂકવાનું રહે છે. ત્યાર બાદ તેને આખો દિવસ ચુનંદા હૉરર ફિલ્મો જોવાનો ટાસ્ક આપવામાં આવે છે એટલું જ નહીં, ગ્રુપના ઍડિ્‌મનિસ્ટ્રેટર તેને ઑડિયો ફાઇલ મોકલે છે; જેમાં ત્રણ-ત્રણ મિનિટ સુધી માત્ર શ્વાસોચ્છ્‌વાસના જ અવાજો રેકૉર્ડ કરેલા હોય છે. ઍક્ચ્યુઅલી આ બધું જ એક પ્રકારની માઇન્ડગેમ છે. વ્યક્તિ આખો દિવસ આવું જ બધું જોયા-સાંભળ્યા કરે છે, જેથી તે પોતાની આસપાસની દુનિયાથી કપાતી જાય છે. બસ, આ તબક્કેથી પોતાની જાતને નુકસાન પહોંચાડવાની જોખમી ક્વાયતની શરૂઆત થાય છે. વ્યક્તિ-જે મોટે ભાગે ટીનેજર જ હોય છે-તેને ચપ્પુ-કાતર-બ્લેડ જેવા અણીદાર પદાર્થથી પોતાના શરીર પર ગમે ત્યાં યસ, એફ૪૦ કે એફ૫૭ કોતરવાનું કહેવામાં આવે છે. એના પરથી એવું સાબિત થાય કે તે વ્યક્તિ હજીયે આ ગેમમાં છે. ક્યારેક તેને પોતાના હાથમાં સોય ખૂંચાડવાના, ગાલમાં સેફ્ટી-પિન ખૂંચાડવાના કે હોઠ વગેરે પર કાપા મૂકવાના ટાસ્ક અપાય છે. આ તબક્કે ટીનેજર ગેમમાંથી બહાર નીકળી જવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેને બ્લૅકમેઇલ કરવામાં આવે છે કે જો તે આ ટાસ્ક્સ પૂરા નહીં કરે અને ગેમમાં આગળ નહીં વધે તો તેના ફોન-કમ્પ્યુટર વગેરેને હૅક કરીને એનો ડેટા ડીપ-ડાર્ક વેબમાં વહેતો કરી દેવામાં આવશે. અથવા તો તેમને કે તેમના પરિવારજનોને મારી નાખવાની પણ ધમકી અપાય છે. કોઈ ટીનેજર આ ગેમ છોડીને જાય નહીં અને છોડવાના વિચારો પણ ન આવે એ માટે સ્કાઇપની મદદથી તેને અન્ય વ્હેલ્સ એટલે કે આ ગેમમાં ઍક્ટિવ અન્ય ટીનેજરો સાથે વાત કરાવવામાં આવે છે. ત્યાર પછીના તબક્કાથી ટીનેજરોમાં આત્મઘાતી વિચારો ઇન્જેક્ટ કરવાનું શરૂ થાય છે. ક્યારેક તેમને હાઇરાઇઝ બિલ્ડિંગની અગાસી-બાલ્કની વગેરે પર બહારની બાજુએ પગ લટકાવીને બેસવાનું, કોઈ વિશાયકાય ક્રેન કે શહેરના પૂલની ઉપર ચડીને બેસવા જેવા જોખમી ટાસ્ક અપાય છે. ક્યારેક ટીનેજરોને સવારે ૪-૨૦ વાગ્યે રેલવે ટ્રૅક પર કે હાઇવે પર જઈને સૂવાના ટાસ્ક પણ અપાય છે. છેલ્લાં બેએક વર્ષમાં રશિયામાં આટલી વહેલી સવારે ટ્રેન નીચે કપાઈ મરવાના કેટલાય કિસ્સા બન્યા છે, જે સીધા જ આ ગેમ સાથે જોડી શકાય એમ છે. બ્લુ વ્હેલ ચૅલેન્જના ૩૦માથી ૪૯મા દિવસ વચ્ચે ગ્રૅન્ડ બ્લુ વ્હેલ ફિનાલે તરફનાં સ્ટેપ ચાલે છે. ટીનેજરને પોતાના શરીર પર રોજનો એક કાપો મૂકવાનું કે પોતાના હાથ પર કાપા મૂકીને વ્હેલ દોરવાનું કહેવામાં આવે છે. ઉપરાંત તેને હૉરર ફિલ્મો જોવાનું, ઍડિ્‌મનિસ્ટ્રેટર દ્વારા મોકલાતી ઑડિયો ફાઇલોને ફરી-ફરીને સાંભળવાનું પણ કહેવામાં આવે છે. આ દસ-બાર દિવસમાં ટીનેજર માનસિક રીતે પોતાની આસપાસની દુનિયાથી તદ્દન કપાઈ જાય છે અને તેની હાલત લગભગ જીવતા ભૂત જેવી થઈ જાય છે, જે કશું જ વિચાર્યા વિના તેને કહેવામાં આવે એ કરવા તૈયાર થઈ જાય છે. છેલ્લા ટાસ્ક પહેલાં ટીનેજરને પોતાના જેવા જ બીજા એક વ્હેલ એટલે કે આ ગેમ રમતી બીજી વ્યક્તિને મળવાનું કહેવામાં આવે છે. તે વ્યક્તિ આ ટીનેજરને છેલ્લા ટાસ્ક તરીકે આત્મહત્યાની તારીખ અને સમય કહે છે. આત્મહત્યા કરવાના સબૂત તરીકે ટીનેજરને ઇમારત-બાલ્કની વગેરે પર ચડીને પોતાના પગ બહારની તરફ લટકેલા રહે એ રીતે પોતાનો ફોટોગ્રાફ કે વિડિયો પાડીને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવાનો રહે છે. સાથોસાથ સ્ટેટસ મૂકવાનું કે એન્ડ. એ પછી તે ટીનેજર ત્યાંથી પડતું મૂકે અને કાયમ માટે જીવનો જાય. આ રીતે મૃત્યુ પામેલા મોટા ભાગના ટીનેજરોના હાથમાં વ્હેલ કોતરેલી જોવા મળી છે. યાને કે એક વ્હેલ જેવા વિશાળકાય, પરંતુ ભેદી પ્રાણીએ તે વ્યક્તિનો કાયમ માટે કોળિયો કરી લીધો છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ વિજેતા જાહેર થાય છે, પરંતુ ત્યાં સુધીમાં તે આ દુનિયામાંથી કાયમ માટે વિદાય લઈ ચૂકી હોય છે.

Related posts

મોદી સરકારના તમામ દાવાઓ પોકળ પુરવાર થયા

aapnugujarat

ભાજપનો મોદી યુગ

aapnugujarat

સોનિયા ગાંધી કોંગ્રેસમાં સાફ સફાઈ કરી પુનરોદ્ધાર કરી શકશે…..?

editor

Leave a Comment

UA-96247877-1