Aapnu Gujarat
બ્લોગ

ટામેટા, પાલક અને રીંગણ ખાવાથી પથરી થવાનો ભય

શાકમાં સ્વાદ વધારવો હોય કે સલાડ અનેચટણી બનાવવી હોય, ટામેટા રોજ ખાવામાં ઘણા ઉપયોગમાં આવે છે. ઘણા બધા વિટામિન, એન્ટી ઓક્સીડેન્ટઅને મિનરલ્સથી ભરપૂર ટામેટા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. ટામેટા વિટામિન-સીના સ્ત્રોતની સાથે સાથે જૈવિક સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ,પોટેશિયમ, મેગ્નેશિયમ અનેસલ્ફરનો પણ સ્ત્રોત છે. ટામેટામાં રહેલ ગ્લૂટાથીઓન શરીરની રોગ પ્રતિકારક શક્તિવધારે છે, અને પ્રોસ્ટ્રેટ કેન્સરથી પણ શરીરની રક્ષા કરે છે.
ઘણા લોકો માનેછે કે ટામેટા, પાલક અને રીંગણ ખાવાથી પથરી થવાનો ભય રહે છે.પથરી સામાન્યરીતે ત્યારે થાય છે જયારે કિડનીમાં ઓકઝાલેટ અને કેલ્શ્યમ જેવા ઘણા તત્વો જમા થઇને કડક પથ્થર જેવા બની જાય.
જયારે તમે ઓક્ઝાલેટની વધારે માત્રા વાળા પદાર્થનું સેવન કરો છો ત્યારે પથરી થવાની આશંકા વધી જાય છે. એમ તો ટામેટામાં પણ ઓક્ઝાલેટ હોય છે, પરંતુ સીમિત માત્રામાં ટામેટા ખાવાથી પથરી થતી નથી.
જો તમને પહેલાથી જ પથરી છે તો તમારે ટામેટા, રીંગણ અને મરચાનું સેવન ઓછું કરી દેવું જોઈએ. તમે બીયા કાઢીને થોડી માત્રામાં ટામેટાનું સેવન કરી શકો છો. એના સિવાય ઘણા લોકો ટામેટાની ચટણી બનાવવા માટે પથ્થર વાળા દસ્તાનો ઉપયોગ કરે છે.
કોઈપણ મસાલો, ચટણી, ફળ કે શાકભાજી પીસવા માટે પથ્થર વાળા દસ્તાનો ઉપયોગ ન કરવો. એનાથી તમને પથરી થવાની સંભાવના વધી જાય છે.ચા, કોફી, પાલક, નટ્‌સ, એરેટેડ ડ્રિંક્સ, ઓક્ઝાલેટેડ ફુડ્‌સ, વધારે મીઠાવાળા ફુડ્‌સ અને અથાણાં, મેરિનેડ કરેલું ભોજન વગેરે પથરીનું કારણ બને શકે છે.
એના સિવાય સી-ફૂડ અને ટેબલ સોલ્ટેડ રેડ મીટમાં યુરિક એસિડ સારી માત્રામાં હોય છે જે પથરીનું કારણ બની શકે છે. એના સિવાય ઓછું પાણી પીવાથી પણ પથરી થવાની સંભાવના વધે છે.

Related posts

ચૂંટણીનાં ચમકારા : ભાજપ-કોંગ્રેસનાં વિજયનાં ભણકારા

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

નરેન્દ્ર મોદીને બે વખત સત્તાના શિખર સુધી પહોંચાડનારા અમિત શાહની કહાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1