Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શાકભાજીના ભાવ અંકુશમાં રાખવા સરકારે જાહેર કર્યા દિશા-નિર્દેશ

શાકભાજીની કિંમત પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકારે ઑપરેશન ગ્રીનના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. હવે બટાકા, ડુંગળી અને ટામેટાની કિંમત અનઅપેક્ષિત પદ્ધતિથી નહીં વધે. જેની કિંમતને કાબુમાં રાખવા માટે સરકાર સબસિડી આપશે, જેના માટે ૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવશે. સરકારે આ જવાબદારી નાફેડને સોંપી છે. ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા દિશા-નિર્દેશોમાં બટાકા, ડુંગળી અને ટામેટાની શાકભાજી કરનારા ક્ષેત્રોને ત્રણ સમૂહમાં વહેંચવામાં આવ્યાં છે.જ્યાં કિંમત પર અંકુશ લગાવવા માટે નાફેડને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરી છે. સરકારે બજેટમાં આ ઑપરેશનની જાહેરાત કરી હતી. મંત્રાલય કિંમત ઘટાડવા માટે ૫૦ ટકા સુધીની સબસિડી આપશે. નાફેડ ટૂંકા સમયગાળામાં કિંમતોને કાબુ કરવા માટે ઉત્પાદનના સ્તર, ટાન્સપોર્ટેશન અને સ્ટોરેજ માટે યોગ્ય પગલા ઉઠાવશે. લાંબા સમયગાળામાં દિશા-નિર્દેશો હેઠળ સંગ્રહ અને પ્રક્રિયા માટે ક્ષમતા વધારવામાં આવશે. જેમાં ૫૦ કરોડ સુધીના પ્રોજેક્ટ માટે ડિસ્કાઉન્ટ પુરૂ પાડવામાં આવશે.કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌરના નેતૃત્વવાળા મંત્રાલયે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા શાકભાજીના પુરવઠાને દરેક સિઝનમાં યથાવત જાળવવાનો આ નિર્દેશ જાહેર કર્યો છે. પુરવઠો ઘટવાની દિશામાં નાફેડ બજારોમાં શાકભાજીનો પુરવઠો નક્કી કરવામાં આવશે. તે આ ત્રણ શાકભાજીઓની દેખરેખ સાથે ઈ-પ્લેટફોર્મ તૈયાર કરીને તેનું મેનેજમેન્ટ પણ કરશે, જેના માધ્યમથી માંગ અને પુરવઠામાં સંતુલન બનાવવામાં આવશે. જેમાં ખાદ્ય સંગઠનો સહિત રાજ્ય અને અન્ય માર્કેટિંગ ફેડરેશન પાસેથી પણ સહાયતા મેળવવામાં આવશે, જે કિસાન ઉત્પાદન સંગઠનો, કો-ઑપરેટિવ, ખાનગી કંપનીઓ, સ્વયં સેવી સમૂહો અને અલગ-અલગ સ્તરો પર પુરવઠા શ્રેણી સાથે જોડાયેલા છે.જેમાં રિટેલથી લઈને છૂટક બજાર સુધીની દરેક કેડીમાં નાફેડ સમન્વય કરશે. કાર્યક્રમમાં તેની હિસ્સેદારી માટે નાફેડ તેમને નાણાંકીય સહાયતા પૂરી પાડશે. ઉલ્લેખનીય છે કે, ટૂંકા અને લાંબાગાળાના સ્તર પર આધારિત દિશા-નિર્દેશો પર નાફેડ કામ કરશે. મંત્રાલયનું કહેવુ છે કે સરકારના આ નિર્ણયથી અનઅપેક્ષિત રીતે થતા વધારા પર અંકુશ લગાવી શકાશે.

Related posts

કોંગી સાથે જોડાણ હવે શક્ય નથી : કેજરીવાલ

aapnugujarat

संजय राउत बोले, राहुल गांधी को कांग्रेस का नेतृत्व करने से रोकना पार्टी को विलुप्त कर देगा

editor

મ.પ્ર. ચૂંટણી : પટવારીના વિડિયોથી કોંગીને નુકસાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1