Aapnu Gujarat
રમતગમત

રોહિત શર્મા ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર ભારતીય

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડીઝ સામેના લખનૌ ટી-૨૦ મુકાબલામાં એક સિદ્ધી પોતાના નામે કરી છે. તેઓ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેન બની ગયા છે. આ રેસમાં તેમણે નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને પાછળ રાખ્યા છે. વિરાટના નામે ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૬૨ મેચમાં ૪૮.૮૮ની સરેરાશથી ૨૧૦૨ રન નોંધાવ્યા છે. આ મેચ પહેલા રોહિત શર્માના નામે ૮૫ મેચમાં ૨૦૯૨ રન નોંધાયેલા હતાં. તેઓ વિરાટથી ૧૦ રન પાછળ હતાં.તેમણે પોતાની ઈનિંગના ૧૦ રન બનાવતા જ વિરાટની બરાબરી કરી હતી, જ્યારે ૧૧ રન બનાવીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ રન બનાવવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેમણે આ રન ૫મી ઓવરના બીજા બોલમાં છગ્ગાની મદદથી બનાવ્યો. ઉલ્લેખનીય છે કે આ સીરીઝમાં વિરાટને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે ટેસ્ટ અને વન-ડે સીરીઝમાં તેઓ ભારતીય ટીમનો હિસ્સો હતાં.ઉલ્લેખનીય છે કે ટી-૨૦માં સૌથી વધુ રનનો વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલના નામે છે. તેમણે ૭૫ મેચમાં ૩૪.૪૦ની સરેરાશથી ૨૨૭૧ રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબરે પાકિસ્તાનનો શોએબ મલિક છે. તેમણે ૧૦૬ મેચમાં ૩૧.૩૧ની સરેરાશથી ૨૧૬૧ રન બનાવ્યા છે. ત્રીજા નંબરે રહેલા ન્યૂઝીલેન્ડના બ્રેડન મેકલમના નામે ૭૧ મેચમાં ૨૧૪૦ રન નોંધાવ્યા છે. રોહિત શર્માનો નંબર ચોથો છે, જ્યારે વિરાટ કોહલી ૫મા નંબર પર આવી ગયો છે.

Related posts

વર્લ્ડકપ ક્રિકેટ મહાસંગ્રામની આજથી શરૂઆત

aapnugujarat

West Indies announced squad for Sri Lanka tour

aapnugujarat

Shahid Afridi को हुआ कोरोना वायरस

editor

Leave a Comment

UA-96247877-1