Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયા પર અમેરિકાએ આકરા પ્રતિબંધો લાદતા ચીન તમતમી ઉઠ્યું

નોર્થ કોરિયા પર અમેરિકા દ્વારા અત્યાર સુધીની સૌથી કડક પ્રતિબંધો લગાવવમાં આવ્યાં છે. આ પ્રતિબંધોની કેટલીક ચીની કંપનીઓ પણ હડફેટે ચડી ગઈ છે. જેને લઈને ચીન તમતમી ઉઠ્યું છે. ચીન અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સખત વિરોધ નોંધાવ્યો છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, અમારો વિરોધ વોશિંગ્ટનના એ નિર્ણયની વિરૂદ્ધમાં છે જેમાં ચીનની કંપનીઓ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. વોશિંગ્ટનએ આ કંપનીઓ પર કથિતરૂપે ઉત્તર કોરિયા સાથે ગેરકાયદેસરના આર્થિક કરાર કરવાનો આરોપ લગાવ્યો છે. શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંમ્પે ઉત્તર કોરિયા પર નવા અને અત્યાર સુધીના સૌથી આકરા પ્રતિબંધોની જાહેરાત કરી હતી.અમેરિકા તરફથી લગાવવામાં આવેલા નવા પ્રતિબંધોનો સીધો સંકેત છે કે તે પ્યોંગયોંગ વિરૂદ્ધ તેની દબાણની રણનીતિ યથાવત રાખશે. અમેરિકાનું લક્ષ્ય ઉત્તર કોરિયા દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી ચુકેલા પરમાણું હથિયાર અને પ્રોગ્રામ બંધહ કરાવવાનો છે. આ પ્રતિબંધ ઉત્તર કોરિયા, ચીન, સિંગાપુર, તાઈવાન, હોંગકોંગ, માર્શલ આયર્લેન્ડ, ટાંઝાનિયા, પનામા અને કૉમોરોમાં આવેલી કે રજિસ્ટર્ડ થયેલી તમામ કંપનીઓને લાગુ પડશે.અહીં ઉત્તર કોરિયા અને ચીન સહિત ૬ દેશોમાં રજીસ્ટર્ડ ૨૭ શિપિંગ કંપનીઓ અને ૨૮ એડ્રેસો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. ટ્રેઝરી વિભાગના જણાવ્યા પ્રમાણે શિપિંગ કંપનીઓ ઉત્તર કોરિયાને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધોથી બચાવવાનું કામ કરી રહી છે. સંયુક્ત રાષ્ટ્રએ રિફાઈન્ડ ઈંધણની આયાત અને કોલસાની નિકાસ પર પ્રતિબંધો લગાવેલા છે.
ઉત્તર કોરિયાનું સૌથી મોટું સહાયક ચીન જ છે. અને અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધથી ચીન ગીન્નાયું છે.  ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે, ચીન, અમેરિકા દ્વારા ચીની સંસ્થાઓ અને કંપનીઓ પર લગાવેલા એકતરફી પ્રતિબંધને લઈને સખત વાંધો વ્યક્ત કરે છે. અમે અમેરિકામાં અમારા પ્રતિનિધિ મોકલી આપ્યાં છે અને અમેરિકાને આ પ્રતિબંધોને તત્કાળ અસરથી દુર કરવા જણાવવામાં આવ્યું છે જેથી કરીને બંને તરફથી થતા સહયોગને નજર અંદાજ ન કરી શકાય.

Related posts

अफगान पर ट्रंप का यू-टर्न: बोले : नहीं होगी US सैनिकों की वापसी

aapnugujarat

મુંબઈ હુમલાના મોસ્ટ વોન્ટેડ આતંકીની પાક.માં ધરપકડ

aapnugujarat

विमान दुर्घटना के पीड़ितों के परिवारों, समुदायों को बोइंग देगी 10 करोड़ डॉलर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1