Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ચાલુ વર્ષે રવિ પાકના વાવેતરમાં થયો વધારો

સરકારી આંકડા અનુસાર ચાલુ રવી સીઝનમાં ૨૨ ડિસેમ્બર ૨૦૧૭ સુધી ૫૪૬.૦૨ લાખ હેક્ટરમાં રવી પાકોનુ વાવેતર કરવામાં આવ્યુ છે.  ગત વર્ષે ૨૦૧૬ માં આ સમયગાળા ૫૪૪.૯૭ લાખ હેક્ટરમાં રવી પાકોનુ વાવેતર થયુ હતુ. આંકડાના આધારે જોઈએ તો રવી પાકનોનુ કુલ વાવેતર વધ્યુ છે. સરકારી આંકડા અનુસાર ગત વર્ષ કરતા આ વર્ષે ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટ્યો છે.
ઘઉંનુ વાવેતર ૨૬૨.૭૪ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૨૭૨.૬૨ હેક્ટર હતુ.  ચોખાનુ વાવેતર ૧૪.૭૮ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયે ૧૦.૩૧ હેક્ટર હતુ એટલે કે ચોખાનુ વાવેતર આ સીઝનમાં વધ્યુ છે.  દાળોનુ વાવેતર ૧૪૬.૦૬ હેક્ટરમાં કરવમાં આવ્યુ છે જે ગત વર્ષે આ સમયગાળામાં ૧૩૩.૯૪ હેક્ટરમાં કરવામાં આવ્યુ હતુ. મોટા અનાજનું વાવેતર ૪૯.૪૧ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે આ સમયગાળામાં ૪૯.૮૪ હેક્ટરમાં થયુ હતુ. તેલિબિયાનુ વાવેતર ૭૩.૦૩ હેક્ટરમાં કરવામાં આવ્યુ છે, જે ગત વર્ષે ૭૮.૨૭ હેક્ટરમાં થયુ હતુ. જો કે આ વર્ષે તેલિબિયાનો વાવેતર વિસ્તારમાં ઘટાડો જોવા મળ્યો છે.

Related posts

मुकेश अंबानी लगातार आठवें साल भी सबसे अमीर भारतीय

aapnugujarat

मोहन भागवत ने कहा कि लिंचिंग शब्द की उत्पत्ति भारतीय लोकाचार से नहीं हुई

aapnugujarat

અટકળના દોર વચ્ચે આખરે નવી પાર્ટીની નારાયણ રાણેની ઘોષણા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1