Aapnu Gujarat
બિઝનેસ

નવા મોડલ લોન્ચ કરવા ફોક્સવેગન ભારતમાં કરશે ૧ અબજ યૂરોનું રોકાણ

ફોક્સવેગન ગ્રુપ નવા મોડેલને લોન્ચ કરવા માટે ભારતમાં એક અબજ યુરો એટલે કે ૭,૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે. વિશ્વની સૌથી મોટી કાર ઉત્પાદકોમાં એક ફોક્સવેગન ભારતમાં તેની વાહનોની શ્રેણી શરૂ કરવાની સાથે વિસ્તરણ કરવાનું આયોજન ધરાવે છે. કંપની વિશ્વના સૌથી ઝડપથી વિકસતા કાર બજારોમાં તેની નબળી કામગીરીને સુધારવાનું આયોજન ધરાવે છે. કંપની પુણેમાં ચાકન ખાતેના પ્લાન્ટમાં તેની નવી મેન્યુફેક્ચરિંગ લાઇન પાછળ પણ નાણા ખર્ચશે. આ સિવાય એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપશે અને પ્રોડક્ટ વિકસાવશે. આ ઉપરાંત કંપની ઇલેકટ્રિક વાહનો વિકસાવવા માટે પણ આયોજન કરી રહી છે.  વિકસતા બજારો માટે ટાટા મોટર્સ સાથેની ભાગીદારીના પ્રયત્નોમાં નિષ્ફળતા મળ્યા પછી કંપની ભારત ખાતેના આયોજન પર નવેસરથી કામ કરી રહી છે.ગ્રુપ ભારતમાં દોઢ દાયકા કરતાં વધારે સમયથી હાજરી ધરાવતું હોવા છતાં પણ તેની ફોક્સવેગન અને સ્કોડા બ્રાન્ડ બે ટકાથી પણ ઓછો બજારહિસ્સો ધરાવે છે. પ્રીમિયમ બ્રાન્ડ તરીકેના પોઝિશનિંગના લીધે કંપનીનો દેખાવ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ સામે નબળો રહ્યો છે. ગ્રુપે હવે એફોર્ડેબલ પોર્ટફોલિયો સાથે આવવાનું નક્કી કર્યું છે. કંપનીના નવા મોડેલ મોટાપાયા પર સ્થાનિક સ્તરે ઉત્પાદિત હશે અને તેનો ખર્ચ પણ નીચો હશે.

Related posts

jio-फेसबुक डील के बाद अमेजन और गूगल पर बढ़ा ‘फोमो’ का दबाव

editor

પોલિસી રેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રખાય તેવી વકી

aapnugujarat

રામદેવે શરૂ કર્યો પતંજલિ ’’પરિધાન’’નો શો રૂમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1