Aapnu Gujarat
બિઝનેસ

પોલિસી રેટને ૬.૨૫ ટકાના દરે યથાવત રખાય તેવી વકી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બુધવારના દિવસે જારી કરવામાં આવનાર તેની પોલિસી સમીક્ષામાં યથાસ્થિતિ જાળવી રાખે તેવી શક્યતા દેખાઈ રહી છે. પોલિસી રેટને હાલના દરે જ જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, ફુગાવા ઉપર જીએસટીના અમલીકરણની અસરને લઇને નજર રાખવામાં આવનાર છે. જો કે, ઇન્ડસ્ટ્રી અને સરકાર દ્વારા જીડીપી ગ્રોથમાં પ્રોત્સાહન આપવા રેટમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ૨૦૧૬-૧૭માં જીડીપી ગ્રોથ ૮ ટકાથી ઘટીને ૭.૧ ટકા થઇ ગયો છે. આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં છ સભ્યોની મોનિટરી પોલિસી કમિટિની બેઠક છઠ્ઠી અને સાતમી જૂનના દિવસે મળનાર છે. ૨૦૧૭-૧૮ માટેની બીજી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષા માટેના નિવેદનમાં કેટલાક પગલા લેવામાં આવી શકે છે. યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના મુખ્ય કારોબારી અધિકારી વિનોદ કથુરિયાએ કહ્યું છે કે, આરબીઆઈ આગામી પોલીસી સમિક્ષામાં રેપોરેટમાં ઘટાડો કરી શકે છે. સીપીઆઈ ડેટા માટે આરબીઆઈ રાહ જોશે. બીજી બાજુ કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત રિટેલ ફુગાવો એપ્રિલમાં ૨.૯૯ ટકા થઇ ગયો છે. ખાદ્યાન્ન ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થયો છે. સીપીઆઈ ફુગાવો એપ્રિલ ૨૦૧૬માં ૫.૪૭ ટકા હતો. બીજી બાજુ હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો એપ્રિલ મહિનામાં ૩.૮૫ ટકાની ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે.
ખાદ્યાન્ન ચીજવસ્તુઓ અને મેન્યુફેક્ચર્ડ વસ્તુઓની કિંમતમાં ઉતારચઢાવની સ્થિતિ રહી છે. પહેલી જુલાઈથી જીએસટી વ્યવસ્થા અમલી કરવામાં આવનાર છે. છઠ્ઠી એપ્રિલના દિવસે રિઝર્વ બેંકે તેની છેલ્લી પોલિસીમાં રેટ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખ્યો હતો. જાણકાર નિષ્ણાતો પણ માની રહ્યા છે કે, રેટમાં વધારે ફેરફાર કરવામાં આવનાર નથી. આગામી બેઠક ઉપર બેંકિંગ નિષ્ણાતોની નજર કેન્દ્રીત થઇ ગઇ છે. ૬-૭મી જૂનની આ બેઠખ શેરબજારની દિશા નક્કી કરી શકે છે.

Related posts

સર્વિસ આપવા માટે ઇન્ટરનેટ કંપનીઓ હવે આધાર માંગે છે

aapnugujarat

ONGC में 9000 करोड़ रुपए घट गया कैश रिजर्व

aapnugujarat

५ वर्षो में ८५ अरब एफडीआई, बनेंगे रोजगार के ७ लाख मौके

aapnugujarat

Leave a Comment

UA-96247877-1