Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેજરીવાલ સરકારે મેક્સ હોસ્પિટલનું લાઈન્સ રદ કર્યું, જીવતી બાળકીને ગણાવી’તી મૃત

જન્મ પછી જીવતી બાળકીને મૃત ગણાવીને પરિવારને પરત કરવાના મામલે દિલ્હી સરકારે મેકસ હોસ્પિટલનું લાઈસન્સ રદ કરી દીધું છે. શુક્રવારે કેજરીવાલ સરકારના હેલ્થ મિનિસ્ટર સત્યેન્દ્ર જૈને આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, શાલીમાર બાગમાં આવેલી હોસ્પિટલની બેદરકારી સહન કરવામાં નહીં આવે. નોંધનીય છે કે, ૩૦ નવેમ્બરે એક મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
અંતિમ સંસ્કાર પહેલાં બાળકીમાં હલચવ જોવા મળી હતી અને હાલ તેની સારવાર અન્ય એક હોસ્પિટલમાં ચાલી રહી છે.હેલ્થ મિનિસ્ટરે કહ્યું હતું કે, જો તપાસ દરમિયાન બેદરકારી સામે આવશે તો તેમનું લાઈસન્સ રદ કરવામાં આવશે. આ મામલે શરૂઆતનો રિપોર્ટ ૭૨ કલાકમાં અને ફાઈનલ રિપોર્ટ એક સપ્તાહમાં આવ્યો છે.બાળકીના પિતા આશિષે જણાવ્યું કે, ૨૭ નવેમ્બરે પત્ની વર્ષાને ડિલીવરી માટે મેક્સ હોસ્પિટલમાં એડિ્‌મટ કરી હતી. ૩૦ નવેમ્બરે અહીં મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.
આશિષે પોલીસને જણાવ્યું તે, વર્ષાએ પ્રી-મેચ્યોર બાળકોને જન્મ આપ્યો હતો. ડિલીવરી વખતે બંને બાળકો જીવતા હતા. થોડી વાર પછી ડોક્ટર્સે એક બાળકને મૃત જાહેર કર્યું હતું.ત્યારપછી ડોક્ટર્સે જણાવ્યું કે, બીજા બાળકની સ્થિતિ ગંભીર છે અને તેને નર્સરીમાં એડિ્‌મટ કરવુ પડશે, થોડી વાર પછી ડોક્ટર્સે તેને પણ મૃત જાહેર કરી દીધું હતું. બંને બાળકોના મૃતદેહને એક સીલબંધ કવરમાં પેક કરીને પરિવારને આપવામાં આવ્યા હતા.ગુરુવારે જ્યારે પરિવારજનો બંને બાળકોને અંતમ સંસ્કાર માટે લઈ જવાની તૈયારી કરતા હતા ત્યારે તેમાંથી એક બાળતના શ્વાસ ચાલુ થઈ ગયા હતા. આ જોઈને ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા. તે બાળકને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું તો ડોક્ટર્સે તેને જીવીત જાહેર કરીને તેની તુરંત સારવાર શરૂ કરી હતી. અત્યારે ત્યાં બાળકી લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે.ઘટના વિશે ખુલાસો કરતા મેક્સ હોસ્પિટલના મેનેજમેન્ટે જણાવ્યું કે, અમે પરિવારને પ્રી-મેચ્યોર બાળક સોંપ્યું હતું. તે જીવશે તેની કોઈ આશા દેખાતી નહતી.

Related posts

ખેડૂતોની લોન માફી પ્રશ્ને કોંગ્રેસ પર માયાના પ્રહાર

aapnugujarat

અભિનેતા બિસ્વજીત ચેટર્જી ટીએમસી છોડી ભાજમાં જોડાયા

aapnugujarat

भविष्य में कोविड-19, GST और नोटबंदी फेलियर पर स्टडी में होंगी शामिल : राहुल

editor

Leave a Comment

UA-96247877-1