Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

અભિનેતા બિસ્વજીત ચેટર્જી ટીએમસી છોડી ભાજમાં જોડાયા

વિતેલા જમાનાના જાણીતા અભિનેતા અને ટીએમના સભ્ય બિસ્વજીત ચેટર્જી પોતાની પાર્ટીના સહયોગી શંકૂ ડેબ પાંડાની સાથે ભાજપમાં સામેલ થયા. ભાજપ મહાસચિવ અને બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં તે ભાજપમાં જોડાયા.
ચેટર્જીએ ૧૯૬૦ના દાયકામાં આવેલ હેમંત કુમારની બોલિવૂડ ફિલ્મ ‘બીસ સાલ બાદ’થી અભિનયની દુનિયામાં ઝંપલાવ્યું હતું. તે બંગાળની બીજી પ્રતિષ્ઠિત હસ્તી છે જે ભાજપમાં જોડાઈ રહી છે. આ પહેલા મૌસમી ચેટર્જી વિતેલા મહિને ભાજપમાં જોડાયા હતા.
બિસ્વજીતે ટીએમસીની ટિકિટ પર દક્ષિણ દિલ્હી સંસદીય વિસ્તારથી છેલ્લી લોકસભા ચૂંટણી લડી હતી. ઉપરાંત તેઓ ટીએમસીની વિદ્યાર્થી પાંખ ટીએમસીપીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે અને મમતા બેનર્જીના નજીકના ગણવામાં આવતા હતા. તેઓ પાર્ટીના રાજ્ય મહાસચિવ પણ રહી ચૂક્યા હતા. જોકે શારદા ચિટફંડ ગોટાળામાં નામ આવ્યા બાદ અને સીબીઆઈ દ્વારા પૂછપરછ કર્યા બાદ ૨૦૧૫માં તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

Related posts

Islamic rebels spreading terror throughout J&K and elsewhere in India: U.S. lawmaker

aapnugujarat

अटारी बॉर्डर पर जवानों की कलाई पर सजा बहनों का प्यार

aapnugujarat

ઓરિસ્સામાં આજે ફની વાવાઝોડુ ત્રાટકશે વડાપ્રધાન મોદીએ પણ શ્રેણીબદ્ધ બેઠકો શરૂ કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1