Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

પાકિસ્તાનની જેલમાં બંધ કુલભૂષણ જાધવ ૨૫ ડિસેમ્બરે માતા અને પત્નીને મળશે

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ સાથે તેમની પત્ની અને માતા ૨૫ ડિસેમ્બરના રોજ મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સીએ આ જાણકારી પાકિસ્તાની મીડિયા તરફથી આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે, જાધવ ઇન્ડિયન નેવીના રિટાયર્ડ ઓફિસર છે. પાક.નો દાવો છે કે જાધવની બલૂચિસ્તાનથી ધરપકડ કરવામાં આવી હતી. પાક. મિલિટરીએ અશાંતિ ફેલાવવા અને જાસૂસી કરવાના આરોપમાં ફાંસીની સજા સંભળાવી છે. જોકે, આઇસીજેએ ફાંસી પર પ્રતિબંધ લગાવી દીધો છે.શું ઇન્ડિયન હાઇ કમિશનના ડિપ્લોમેટિક ઓફિસરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને કુલભૂષણની માતા અને પત્નીને મુલાકાત દરમિયાન પુરતા સુરક્ષા આપવાનું કહ્યું છે.ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જણાવ્યા અનુસાર, પહેલાં પાકિસ્તાને માત્ર કુલભૂષણની પત્નીને વિઝા આપવાની વાત કરી હતી. પરંતુ અમે પાકિસ્તાન સાથે વાત કરીને તેની માતાને પણ વિઝા આપવાની અપીલ કરી.અમે પાકિસ્તાનમાં તેઓની સલામતી અને સુરક્ષા વિશે પણ પુરતો ખ્યાલ રાખવામાં આવે તેવી અપીલ કરી છે.પાકિસ્તાનની ટીવી ચેનલ ’જીઓ ન્યૂઝ’એ કુલભૂષણની પત્ની અને મા સાથે ૨૫ ડિસેમ્બરના રોજ મુલાકાત વિશે જાણકારી આપી છે.જીઓ ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનની ફોરેન મિનિસ્ટરીના સ્પોક્સ પર્સન ડોક્ટર મોહમ્મદ ફૈઝલે શુક્રવારે જણાવ્યું કે, જાધવને પત્ની અને માતાને મળવાની મંજૂરી આપવામાં આવી છે. આ મુલાકાત ૨૫ ડિસેમ્બરના રોજ થશે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટીસે પાક.ને લેખિતમાં જવાબ આપવા અથવા મેમોરિયલ સબમિટ કરવા માટે ૧૩ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે જેથી આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી શકાય.પાક. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, પાક. આ ફેક્ટ પર મજબૂતીથી પોતાનો બચાવ કરશે કે, જાધવ પાક.માં વિધ્વંસક ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો.

Related posts

प्रधानमंत्री मोदी पर विवादित टिप्पणी के मामले में मणिशंकर को क्लीन चिट

aapnugujarat

શાહબાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા, બીજી વખત કમાન સંભાળશે

aapnugujarat

सोशल मीडिया पर नफ़रत से लड़ने वाले सेल्फ पुलिसिंग के समर्थन में आए UN प्रमुख

aapnugujarat

Leave a Comment

UA-96247877-1