Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કુંભ મેળાને હેરિટેજ યાદીમાં સામેલ કરવા માટેનો નિર્ણય

યોગ બાદ મોદી સરકારે લોકપ્રિય અને વિશ્વપ્રસિદ્ધ કુંભ મેળાની તરફ દુનિયાનુ ધ્યાન ખેંચવા માટે આને યુનેસ્કોની યાદીમાં સામેલ કરાવવા માટેની દિશામાં પગલા લઇ લીધા છે. આની સાથે જ હિન્દુઓના આ મોટા તીર્થ મેળાને ગ્લોબલ ઇનટૈન્જબલ કલ્ચરલ હેરિટેજની યાદીમાં સામેલ કરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ બાબતની માહિતી ફ્રાન્સ સ્થિત ભારતીય દુતાવાસમાં ભારતીય રાજદુત વિનય ક્વાત્રા દ્વારા આપવામાં આવી છે. વિનય દ્વારા ટિ્‌વટર પર લખવામાં આવ્યુ છે કે અમે ભારતને અભિનંદન આપી રહ્યા છીએ. કુંભ મેળાને યુનેસ્કોની કલ્ચરલ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરી લેવામાં આવતા ખુશીનુ મોજુ ફરી વળ્યુ છે. અત્રે નોંધનીય છે કે ભારતે પહેલા વર્ષ ૨૦૧૬માં યોગને હેરિટેજ તરીકે સામેલ કરવા માટે અપીલ કરી હતી. તમામ લોકો જાણે છે કે કુંભ મેળવાનુ આયોજન નાસિક-ત્રયંબકેશ્વર (ગોદાવરી) નદીના કિનારે કરવામાં આવે છે. પ્રયાગ (અલ્હાબાદ), હરિદ્ધાર ( ગંગા નદીના કિનારે) અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે કરવામાં આવે છે. મહાકંુભનુ આયોજન દર ૧૨ વર્ષે કરવામાં આવે છે. જ્યારે પ્રયાગ અને હરિદ્ધારમાં દરેક છ વર્ષે અર્ધ કુંભનુ આયોજન કરવામાં આવે છે. કુંભ મેળામાં ભાગ લેવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. યુનેસ્કોની આઇસીએચમાં કુંભ મેળાને સામેલ કરવામાં આવતા મોદી સરકારની મોટી સિદ્ધી તરીકે તેને ગણી શકાય છે. કુંભ મેળાને શ્રદ્ધાળુઓ ખુબ મહત્વ આપે છે. હવે તેની લોકપ્રિયતા વધુ વધે તેવી શક્યતા છે.

Related posts

CJI का दफ्तर RTI के दायरे में आए या नहीं, मामले पर SC में सुनवाई आज

aapnugujarat

દિલ્હીમાં સાત વર્ષની છોકરીની ફરિયાદ પર રાજઘાટ પરનો સ્ટાફ બદલાયો

aapnugujarat

દેશમાં કેમ પડી રહી છે ઑક્સિજન ની તંગી ?

editor

Leave a Comment

UA-96247877-1