Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આધારને લિંક કરવાને ફરજિયાત કરવાની મહેતલ ૩૧ માર્ચ કરાઈ

સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી કરવાની ડેડલાઇનને સરકાર હવે વધારીને ૩૧મી માર્ચ કરવાની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. આની જાહેરાત આવતીકાલે શુક્રવારના દિવસે જાહેરનામાં મારફતે કરવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટમાં આધાર કાર્ડને ફરજિયાત કરવાને લઇને સુનાવણી દરમિયાન સરકારે આ વાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કેટલીક સ્પષ્ટ વાત કરવામાં આવી ચુકી છે. હજુ સુધી મોટા ભાગના કલ્યાણકારી યોજનાનો લાભ લેવા માટે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ સુધી આધાર કાર્ડને લિન્ક કરવાની બાબત જરૂરી હતી. ગુરૂવારના દિવસે સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડને ફરજિયાત કરવાને પડકાર ફેંકતી અરજીઓ પર સુનાવણી વેળા સરકારે આ વાત કરી હતી. આજે કોર્ટમાં તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આધારને ફરજિયાત કરવા પર પ્રતિબંધ મુકવાની માંગ કરતી અરજી પર સુનાવણી વેળા આ મુજબની વાત કરી હતી. કોર્ટે બંધારણીય બેંચ રચવાની વાત કરી હતી. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાએ અરજી પર સુનાવણી ચલાવતી વેળા કહ્યુ હતુ કે આગામી સપ્તાહમાં પાંચ સભ્યોની બંધારણપીઠની રચના કરશે. જે અરજી પર સુનાવણી કરશે. સરકારની તરફણે કરતા અટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યુ છે કે આધાર કાર્ડને ફરજિયાત કરવા પર પ્રતિબંધ મુકી શકાય. કારણ કે આ બાબત હવે ખુબ આગળ વધી ચુકી છે. કેટલાક વર્ષો પણ પસાર થઇ ગયા છે. તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર સરકાર આ મામલે ચર્ચા કરવા માટે પૂર્ણ તૈયાર છે. કેસની સુનાવણી દરમિયાન આધાર કાર્ડને ફરજિયાત કરવાની માંગ કરતી અરજી પર તર્કદાર દલીલો કરવામાં આવી હતી. આધાર કાર્ડ લિન્ક કરવાની ડેડલાઇન્ને ૩૧મી માર્ચ સુધી વધારી દેવામાં આવનાર છે. કેન્દ્ર સરકારે આજે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, જુદી જુદી સર્વિસ અને કલ્યાણ યોજનાઓનો લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવા માટેની મહેતલ આગામી વર્ષે ૩૧મી માર્ચ કરી દેવામાં આવી છે. આધારની કાયદેસરતાને લઇને પડકાર ફેંકવામાં આવ્યો હતો જેમાં દલીલ કરવામાં આવી હતી કે, આધાર પ્રાઇવેસીના અધિકારના ભંગ સમાન છે. સીજેઆઈ દિપક મિશ્રાએ અરજીદારોને કહ્યું હતું કે, પાંચ જજની બંધારણીય બેંચ આધાર ઉપર વચગાળાના સ્ટે માટેની માંગ કરતી અરજી પર નિર્ણય લેવા આગામી સપ્તાહમાં બેસશે. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે જોરદાર દલીલો કરી હતી. એટર્ની જનરલે સ્પષ્ટતા કરી હતી કે, આગામી વર્ષે ૬ઠ્ઠી ફેબ્રુઆરીને લઇને પહેલાથી જ ચર્ચા ચાલી રહી હતી. અત્રે નોંધનીય છે કે, આધાર સ્કીમને વિરોધ કરી રહેલા અરજીદારો તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દિવાન ઉપસ્થિત થયા હતા. શ્મામ દિવાને જસ્ટિસ એએમ ખાનવીલકર અને જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચ સમક્ષ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે એવી ખાતરી આપવી જોઇએ કે, જુદી જુદી સ્કીમોની સાથે આધારને જોડવામાં નિષ્ફળ રહેવાની સ્થિતિમાં નિષ્ફળ રહેલા લોકો સામે કોઇ પગલા લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે ૩૦મી ઓક્ટોબરના દિવસે કહ્યું હતું કે, બંધારણીય બેંચ શ્રેણીબદ્ધ અરજીઓ ઉપર નવેમ્બરના છેલ્લા સપ્તાહથી સુનાવણી હાથ ધરશે. હાલમાં જ સુપ્રીમ કોર્ટની નવ જજની બંધારણીય બેંચે ઠેરવ્યું હતું કે, રાઇટ ટુ પ્રાઇવેસી બંધારણીય અધિકાર તરીકે છે. કેટલાક અરજીદારોએ આધારની કાયદેસરતાને પડકાર ફેંક્યો હતો. કેન્દ્ર સરકારે ૨૫મી ઓક્ટોબરના દિવસે કોર્ટમાં કહ્યું હતું કે, આધારને લિંક કરવાની બાબતને ફરજિયાત કરવાને લઇને રાહત મળે તે જરૂરી છે. આધારને લઇને છેલ્લા ઘણા સમયથી હોબાળો મચેલો છે. સીબીએસઈ દ્વારા પણ કેટલીક રજૂઆતો કરવામાં આવી છે. અરજીદારોએ પરીક્ષામાં ઉપસ્થિત થવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે આધારને ફરજિયાત કરવાની સીબીએસઈની હિલચાલ સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે, કેન્દ્ર સરકારે આવી કોઇ યોજના હોવાનો ઇન્કાર કર્યો હતો.

Related posts

निर्भया केस : राष्ट्रपति ने खारिज की मुकेश की दया याचिका

aapnugujarat

રાજસ્થાનમાં ભાજપ આકરા પાણીએ : ચાર મંત્રી સહિત ૧૧ બાગી નેતાઓ સસ્પેન્ડ

aapnugujarat

ખેડૂતોની સહાય માટે ૫૦૦ કરોડની સ્કીમ ટૂંકમાં શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1