Aapnu Gujarat
Uncategorized

દેવભુમિ દ્વારકા જિલ્‍લામાં હથિયારબંધી

દેવભુમિ દ્વારકા જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારમાં હિન્દુ, મુસ્લિમોના ધાર્મિક તહેવારોની ઉજવણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુથી જિલ્‍લા મેજેસ્‍ટ્રેટશ્રી રાજેન્દ્વકુમાર સરવૈયાએ  સમગ્ર જિલ્‍લામાં તા.૨૭/૧૦/૨૦૧૭ સુધી હથિયારબંધી ફરમાવી છે જે મુજબ શસ્‍ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, અથવા લાઠી અથવા શારીરિક ઇજા પંહોચાડી શકે તેવું કોઇપણ સાધન લઇ જવું નહીં, કોઇપણ ક્ષયકારી અથવા સ્‍ફોટક દારૂગોળો વિગેરે પદાર્થો લઇ જવા નહીં, પથ્‍થરો અથવા ફેકી શકાય તેવી બીજી વસ્‍તુઓ અથવા વસ્‍તુ ફેકવા કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહીં, મનુષ્‍ય અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવા નહીં કે બાળવા નહીં તેમજ અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સુત્રો પોકારવા નહીં, ગીતો ગાવા નહીં અને ટોળામાં ફરકવું નહીં. જાહેરનામામાં દર્શાવેલ વ્યકતિઓને તેમજ પોલીસ અધિકારીઓને પરવાનગી આપેલ હોય તેને આ આદેશ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર રહેશે.

Related posts

લીંબાળી ગામમાં સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

editor

જુનાગઢમાં મંદિરના મહંતની કરપીણ હત્યાથી સનસનાટી

aapnugujarat

અમદાવાદમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

editor

Leave a Comment

UA-96247877-1