Aapnu Gujarat
Uncategorized

જિલ્લા પ્રશાસન દ્વારા મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે વડોદરામાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી

વડોદરા જિલ્લા પ્રશાસન દ્વારા ઉજવવામાં આવી રહેલા મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગરૂપે આજે જિલ્લા પંચાયત, વડોદરા ખાતે મહિલા નેતૃત્વ દિવસ ઉજવણીનો જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી મુબારકભાઇ પટેલે, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. મહિલા નેતૃત્વ દિન ઉજવણી અંતગર્ત યોજાયેલ પરિસંવાદમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધીએ જણાવ્યુ કે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલાઓને ૫૦ ટકા પ્રતિનિધિત્વ આપવામાં આવ્યુ છે. ચૂંટાયેલી મહિલાઓની વહીવટી-સંચાલનના વિવિધ પાસાઓની જાણકારી મેળવી વહીવટ સાથે નેતૃત્વદક્ષતા કેળવશે જેને પરિણામે તેમની નિર્ણયક્ષમતામાં વધારો થશે, એવા વિશ્વાસ વ્યક્ત કરતાં શ્રી પારધીએ ઉમેર્યુ કે વિકાસ પ્રક્રિયામાં મહિલાઓની સહભાગીદારીતા જરૂરી છે.

જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મુબારકભાઇ પટેલે જણાવ્યુ કે વડોદરા જિલ્લામાં ૫૪૦ ગ્રામ પંચાયતો પૈકી ૨૫૦ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં મહિલા સરપંચો ગ્રામ વિકાસનું નેતૃત્વ કરી રહી છે. ગામડાઓના સર્વાગી વિકાસ માટે નારી શક્તિ આગળ આવશે તો વિકાસની નવી દિશાઓ ખુલશે. શ્રી પટેલે મહિલા પદાધિકારીઓને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજો બજાવી ગામડાઓમાં કોઇપણ જાતના ભેદભાવ વગર વિકાસ કામો હાથ ધરવા જણાવ્યુ હતું.

એકવીસમી સદી મહિલાઓની સદી છે. મહિલાઓ સાંપ્રત સમયમાં વિવિધ ક્ષેત્રે નેતૃત્વ કરી રહી છે એવી લાગણી વ્યક્ત કરતાં ફેકલ્ટી ઑફ સોશિયલ સાયન્સના ડીન ડૉ. એમ.એન.પરમારે જણાવ્યુ કે ગામ/તાલુકા અને જિલ્લાના સર્વસમાવેશક વિકાસ માટે મહિલાઓએ શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્ય ક્ષેત્રે સુચારૂ કામગીરી થાય તે પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. રાજ્યના અનેકવિધ ગામડાઓએ વિકાસની નૂતન ક્ષિતિજો સર કરી છે તેમાંથી પ્રેરણા લઇ પોતાના ગામનો પણ સર્વાંગી વિકાસ થાય તે માટે પ્રતિબધ્ધ થવા તેમણે જણાવ્યુ હતું.

આ અવસરે વિવિધ નિષ્ણાતો દ્વારા આહાર અને પોષણ, ૧૮૧ અભયમ, બાળ સુરક્ષા, સમાજ કલ્યાણ ખાતાની વિવિધ યોજનાઓ, ગ્રામવિકાસ વિભાગની વિવિધ યોજનાઓ સહિત મહિલાઓના સર્વાગી વિકાસ અંગેની યોજનાઓની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

આ અવસરે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના અધ્યક્ષો, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી ભાભોર, પ્રોગામ ઓફિસર અનિલાબેન શાહ, તાલુકા/જિલ્લા પંચાયતની મહિલા સદસ્યો, સરપંચો હાજર રહ્યા હતા.               

Related posts

સોમનાથનાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનું ગીરગયાના દુધથી તુલાદાન

aapnugujarat

સુરતમાં લુંટારુઓ થયા બેખોફ

editor

પાટીદારના નેતા નીલેશ એરવડિયા સામેના કેસને પાછો ખેંચાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1