Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મુગલસરાઈ રેલવે સ્ટેશનનું નવું નામ દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન

ઉત્તર ભારતના મુખ્ય રેલવે સ્ટેશન મુગલસરાઈનું નામ બદલીને જંકશનના નેતા દીનદયાળ ઉપાધ્યાયના નામ પાછળ રાખવાના યોગી આદિત્યનાથ કેબિનેટના નિર્ણયને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લીલી ઝંડી આપી છે.  હવે મુગલ સરાઈ રેલવે સ્ટેશનનું નામ બદલાઈ જશે અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયના નામે રેલવે સ્ટેશનનું નામ રાખવામાં આવશે. સરકારી નિયમો અનુસાર કોઈ પણ રેલવે સ્ટેશન, ગામ, શહેરનું નામ બદલવા માટે રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનું એનઓસી મેળવવું પડે છે. જૂનમાં યુપી સરકારે રેલવે સ્ટેશનનું નામ બદલવાના પ્રસ્તાવને લીલી ઝંડી આપી હતી અને જુલાઈમાં ગૃહ મંત્રાલય તરફથી યુપી સરકારને એનઓસી મળી ગયું છે. અહેવાલો અનુસાર અધિકારીઓનું કહેવું છે કે ટૂંક સમયમાં હવે એનઓસી યુપી સરકારને મોકલી દેવામાં આવશે અને એનઓસી મળ્યા બાદ રેલવે સ્ટેશનનું નામ બદલવાની કાર્યવાહી શરૂ થઈ જશે. ઉત્તર પ્રદેશ પબ્લિક વર્ક્સ તરફથી પોસ્ટ વિભાગને જાણકારી આપતું એક નોટિફિકેશન જારી કરવામાં આવશે કે જેથી સામાન્ય લોકોને મુગલસરાઈનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય સ્ટેશન રાખવામાં આવ્યું છે તેની જાણ થઈ શકે અને તેમને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. રેલવે મંત્રાલયને પણ પોતાના રેકોર્ડમાં ફેરફાર કરવા જણાવ્યું છે કે જેથી રિઝર્વેશન કરાવતી વખતે રેલવે પ્રવાસીઓને મુશ્કેલી ન પડે.

Related posts

अनंतनाग में सुरक्षा बलों ने दो आतंकि को मार गिराया

aapnugujarat

કોંગ્રેસના દબાવમાં મુખ્યમંત્રી નહીં ક્લાર્ક બની ગયો છું, કુમારસ્વામી

aapnugujarat

દેશમાં કોરોનાથી થતા મોતના આંકડામાં ઘટાડો

editor

Leave a Comment

UA-96247877-1