Aapnu Gujarat
Uncategorized

સુરતમાં લુંટારુઓ થયા બેખોફ

સુરતના બેખોફ બનેલા લૂંટારુએ પાંડેસરાના મણીનગરમાં બે મકાનોમાં ચોરી કરી ભાગતા રીઢા ગુનેગારે પકડવાની કોશિશ કરનાર બે ભાઇઓને ચપ્પુના ઘા મારતાં એકનું ઘટનાસ્થળે જ અરેરાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યારા રોહિત પાઠકને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. મળસકે ત્રણ વાગ્યે આ ઘટના પ્રકાશમાં આવી હતી. પાંડેસરા તેરેનામ રોડ ઉપર આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા અને ટેમ્પો ડ્રાઇવિંગ કરતો વિષ્ણુ જમનાદાસ ગુપ્તા (ઉં.વ. ૩૧) પત્ની અને બાળકો સાથે અંદરના રૂમમાં સૂતો હતો. બે ભાઇઓ વિજય અને બીરેન્દ્ર (ઉં.વ. ૧૮) આગલા રૂમમાં સૂતા હતા. રાત્રે અઢી વાગ્યે અચાનક આગલા રૂમની લાઇટ ચાલુ થઇ જતાં વિજય અને બિરેન્દ્ર જાગી ગયા હતા. આ બંને ભાઇની સામે જ રૂમમાં એક શખ્સ ઊભો હતો. આંખો મળતાં જ આ શખ્સે બહાર દોટ મૂકી હતી. દરમિયાન અંદર સૂતેલો વિષ્ણુ પણ જાગીને બહાર આવી ગયો હતો. ઘરની તલાશી લેવામાં આવતાં વિજયની પેન્ટમાંથી ૮૦૦૦ રૂપિયા ચોરી થઇ ગયા હતા. ચોરને શોધવા માટે વિષ્ણુ અને બિરેન્દ્ર બહાર આવ્યા હતા. એક મકાનની ઓટલા ઉપર બેઠા હતા ત્યારે ત્રણ વાગ્યે એક ગલીમાંથી ચોરને આવતો દેખાયો હતો. બિરેન્દ્રએ તેને પાછળથી અને વિષ્ણુએ તેને આગળથી દબોચી લીધો હતો, પરંતુ આ બંને ભાઇઓ તેની પાસે હથિયાર હોવાની વાતે અજાણ હતા. લૂંટારુએ આ બંનેને ઉપર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. બિરેન્દ્રને ગળામાં ઉપરા છાપરી ચપ્પુના બે ઘા મારતાં તે ત્યાં જ ફસડાઇ પડ્યો હતો. બચાવવા આવેલાં વિષ્ણુને પણ હાથ અને કપાળના ભાગે ચપ્પુ મારી લૂંટારુ ભાગી છૂટયો હતો. ઉતાવળે રિક્ષામાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલાં બિરેન્દ્રને તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. સીસીટીવી તથા બાતમીદારો થકી લૂંટના ઇરાદે હત્યા કરનાર શખ્સ ગોવાલક રોડનો રોહિત પાઠક હોવાનું બહાર આવતાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો હતો. એક ભાઇના ઘરમાંથી રોકડા ૮૦૦૦ ચોરી થયા બાદ ત્રણેય ભાઇઓ શું કરવું તેની દુવિધામાં હતા તે વખતે સાયરનનો અવાજ સંભળાતા તેમને પોલીસ મદદે આવી હોવાની આશા જાગી હતી, પરંતુ બહાર નીકળીને જાેતાં ૧૦૮ એમ્બ્યુલન્ય કોઇ દર્દીને લેવા આવી હતી. ચોર પણ સાયરનનો અવાજ સાંભળી કોઇ ગલીમાં સંતાઇ ગયો હતો. તે બહાર નીકળ્યો ત્યારે અનાયાસે બંને ભાઇઓને નજરે ચઢી જતાં તેને પકડવા જતાં એક ભાઇએ પ્રાણ ગુમાવ્યા હતા. રોહિત અને તેના સાગરીતોએ ૨૦૨૦માં એક યુવાનની હત્યા કરી નાંખી હતી. રોહિતે એક શખ્સને ૧૫૦૦ રૂપિયા ઉધાર આપ્યા હતા. આ રૂપિયા તે પરત કરતો નહિ હોઇ તેને રસ્તામાં આંતરી લીધો હતો. રોહિત અને સાગરીતો સાથે બાખડી પડેલા આ શખ્સની હત્યા કરી નાંખવામાં ધરપકડ કરાઇ હતી. રાજ્યમાં કોરોનાકાળ પછી દિવસેને દિવસે ગુનઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સુરતમાં ફરી એકવાર લુંટારુંઓ બેફામ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. જેમાં પાંડેસરામાં બે ભાઈઓને ચપ્પુના ઘા ઝીંક્યા છે, જેમાં એક વ્યક્તિનું કરૂણ મોત થયું છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે લૂંટારુંઓએ ગળામાં બે ઘા મારતાં યુવાન ત્યાં જ તરફડીને મર્યો હતો. આ ઘટનામાં પોલીસે કાર્યવાહી કરતા હત્યારા રોહિત પાઠક ઝડપાયો છે.

Related posts

જીતુ વાઘાણીની રાજપુતો સાથે બંધ બારણે બેઠક

aapnugujarat

ऑटोमोबाइल पर जीएसटी कटौती का प्रस्ताव रखने सरकार तैयार

aapnugujarat

વિસાવદર તાલાલા રોડ રુટ નવી હેરિટેજ ટ્રેનો શરૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1