Aapnu Gujarat
NationalWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતતાજા સમાચારપ્રવાસરાષ્ટ્રીયશિક્ષણસ્વસ્થતા

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રંસગે મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અનેક જાહેરાત કરી હતી. મોદીએ WHOના વડા ડો. ટેડ્રોસને ‘તુલસીભાઈ’ નામ આપ્યું હતું. મોદીએ કહ્યુ હતું કે, આજે ગુજરાતીના નાતે હું WHOના વડાને તુલસીભાઈ નામ આપું છું.

વૈશ્વિક આયુષ રોકાણ અને નવીનતા સમિટ 2022ના ઉદ્ઘાટન પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા મારા મિત્ર છે. એમણે મને કહ્યું હતું કે, હું આજે જે કંઈ છું તેમાં ભારતના શિક્ષકોનો મહત્વપૂર્ણ ફાળો છે. મારા શિક્ષકો ભારતીય છે. તેમણે કહ્યું હતું કે, હું પાક્કો ગુજરાતી થઈ ગયો છું મારૂ નામ ગુજરાતીમાં રાખો. જેથી મહાત્મા ગાંધીની આ પવિત્ર ભૂમી પર ગુજરાતીના નાતે આજે WHOના વડાને તુલસીભાઈ નામ આપું છું. પીએમ મોદીની આ વાતથી માહોલ એકદમ હળવો થઈ ગયો હતો અને હાજર બધા મહાનુભાવો હસી પડ્યા હતા.

તુલસી ભારતની આધ્યાત્મિક વિરાસતનો મહત્ત્વનો ભાગ છેઃ મોદી
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું કે, તુલસી તે છોડ છે જેને વર્તમાન પેઢી તો ભુલી રહી છે પરંતુ પેઢી દર પેઢી ભારતમાં દરેક ઘરની સામે તુલસીના છોડને વાવવું અને તેની પૂજા કરવી તે આપણી પરંપરા રહી છે. તુલસી એ છોડ છે, જે ભારતની આધ્યાત્મિક વિરાસતનો મહત્ત્વનો ભાગ છે.​​​​​​ આજે આયુર્વેદની સમિટ યોજાઈ રહી છે તેમજ તુલસી આયુર્વેદ સાથે જોડાયેલી છે. ત્યારે WHOના વડાની ગુજરાત પ્રત્યે જે લાગણી છે તેમજ ગુજરાતી બોલવાનો તેનો હંમેશા પ્રયાસ રહ્યો છે ત્યારે આજે WHOના વડાને તુલસીભાઈ નામ આપવામાં મને વિશેષ આનંદ આવે છે.

ઉલ્લેખનીય છે કે, આ ત્રણ દિવસીય સમિટ દેશના મુખ્ય નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય હિસ્સેદારોને નવીનતા પર વિચારણા કરવા અને ભારતને ઉદ્યોગ સાહસિકતા માટે વૈશ્વિક આયુષ સ્થળ બનાવવા માટે એકસાથે લાવશે. સમિટ દ્વારા દેશ-વિદેશના નાના-મોટા આયુર્વેદ દવાના ઉત્પાદકો તથા આયુર્વેદ સાથે જોડાયેલી ઈન્ડસ્ટ્રીઝ તેમજ આયુર્વેદ સ્ટાર્ટઅપ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ મળશે.

જામનગરમાં ડો. ટેડ્રોસે સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી
જામનગરમાં બની રહેલા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસના કાર્યક્રમમાં WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસે પોતાના સંબોધનની શરૂઆત પણ ગુજરાતીમાં કરી હતી અને પૂછ્યું હતું કે, કેમ છો બધા મજામાં? ડો. ટેડ્રોસે કહ્યું હતું કે, ગુજરાતમાં આવીને મને બહુ મજા આવી.

Related posts

નવી શિક્ષણ નીતિ રાફેલ કરતા વધુ જરૂરી પરંતુ તેના અમલ અંગે ચિંતા છે : શિવસેના

editor

હિમાચલના કીન્નોરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

editor

બજેટમાં મુસ્લિમ મહિલાને ખુશ કરવાનાં તમામ પ્રયાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1