Aapnu Gujarat
ગુજરાત

ભરૂચના આમોદ કાનમ પ્રદેશ મા કપાસ મબલત પાકનો ઉતારો થયો

ભરૂચના કાનમ પ્રદેશમાં કપાસના મબલખ પાકનો ઉતારો

ગુજરાતના મધ્ય અને દક્ષિણ ગુજરાતને અડીને આવેલા કાનમ પ્રદેશમાં આ વર્ષે કપાસની ઊંચી ઉત્પાદકતા જોવા મળી છે. જેને કારણે ખેડૂતો ખુશ થયા છે. કાનમ પ્રદેશ જે કપાસની જુદી જુદી જાતોનું વાવેતર કરે છે. ત્યાં અત્યારે એપ્રિલ મહિનામાં પણ ખેડૂતો કપાસનું ઉત્પાદન પણ લઈ રહ્યા છે.ગત ચોમાસામાં ભરૂચ જિલ્લામાં કપાસનું મોટાપાયે વાવેતર થયું હતું. ચોમાસાની શરૂઆત પણ સારી હતી. બાદમાં કપાસના છોડ સારી રીતે વિકાસ પામ્યા હતા. જે દરમિયાન બે ત્રણ અઠવાડિયા વરસાદની ખેંચ થતા કપાસના ક્યાંક કપાસના નાના છોડના પાન મુરઝાયા હતા.

ગુજરાત માં સતત બે માસ સુધી વરસાદ પડતાં કપાસના વાવેતર તેમજ છોડમાં પૂરતો વિકાસ થયો. તેમજ શિયાળામાં ઠંડીનું પ્રમાણ પણ સારું રહેતા કપાસના છોડમાં પુષ્કળ ફૂલો આવ્યા હતા. આ સીઝન મા કપાસ માટે હવામાન અનુકૂળ રહેતા ખેડૂતોને કપાસની ઊંચી ઉત્પાદકતા મળી. આમ દર વર્ષે થતા ઉત્પાદન કરતા વધુ ઉત્પાદન ખેડૂતોને મળતા ખેડૂત વર્ગ આગામી વર્ષે વધુ કપાસનું વાવેતર કરશે તેવું કહી રહ્યા છે.

Related posts

ગીરગઢડાના બોડીદર, સોનપરા અને કોડીનાર શહેરની સોસાયટી કન્ટેઇન્ટમેન્ટ ઝોન જાહેર

editor

વિજાપુર ખાતે ઉત્તર ગુજરાત કિસાન સંમેલન રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયું

editor

અમરાઈવાડીના રહીશ મેટ્રો ટ્રેનના કાર્યોને લઈ ત્રાહિમામ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1