Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલાઓને વાર્ષિક રૂ.૨૦ હજારથી વધુની બચત કરાવતા મેન્સ્ટ્રુઅલ ‘પ્યોર કપ્સ’

આજના ટેક્નોલોજીના યુગમાં અવનવા અવિષ્કાર થઇ રહ્યા છે, એક સમય હતો જયારે મહિલાઓ માટે માસિક સ્ત્રાવ(પિરિયડ્‌સ) દરમિયાન સ્વચ્છ અને જંતુરહિત સાધનો સુલભ ન હતા. માસિક દરમિયાન મહિલાઓને ખૂણો પાળવો પડતો, પરંતુ સમજણ અને સાધનોના અવિષ્કાર સાથે ધણી સુવિદ્યાઓ મળવા લાગી છે. આ દિશામાં અક્ષયકુમારની ‘પેડ મેન’ ફિલ્મને પણ ભારતના ગ્રામિણ વિસ્તારોમાં જાગૃતિ ફેલાવી છે. જેને પગલે પેડની ખપત વધી હતી પરંતુ તેના દામ વધુ હોવાથી આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી મહિલાઓને પેડ ઉપર કરવો પડતો ખર્ચ પોસાતો નથી.

પેડના વિકલ્પ રૂપે હવે ‘મેન્સ્ટ્રૂઅલ પ્યોર ક્પ્સ’ બજારમાં ઉપલબ્ધ છે, જેને લીધે મહિલાઓને વાર્ષિક રૂ.૨૦ હજારથી વધુની બચત થાય છે. તેમજ આ કબ્સ રી-યુઝેબલ, વોશેબલ, ફલેક્સિબલ હોવા ઉપરાંત દસ વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય છે. આ ઉપરાંત મહિલાઓને સ્વિમિગ, સાઇકલિંગ અને રનિંગ જેવી અનેક પ્રવૃતિઓમાં આવતા અવરોધોથી મુક્તિ મળે છે.

ભારતની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સુરતના સરસાણા ખાતે સ્માર્ટ સિટી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. કોન્ફરન્સથી સંલગ્ન બનાવવામાં આવેલા પેવેલિયનમાં રાષ્ટ્રીય કક્ષાની સ્માર્ટ સિટીનું વિઝન વધારવા માટે સમિટમાં મુખ્ય પાંચ થીમ્સ એટલે કે, પબ્લિક સ્પેસ, ડિજિટલ ગવર્નન્સ, ક્લાઈમેટ સ્માર્ટ સિટીઝ, ઈનોવેશન અને સ્માર્ટ ફાઇનાન્સના વિવિધ પ્રોજેક્ટના મોડેલની કૃતિઓ પ્રદર્શિત કરાઈ હતી.

આ પ્રદર્શનમાં પ્યોર કપ્સ કંપનીના સ્થાપક પૂજા ઠક્કરે તથા સીએફઓ આકાશ શાહ દ્વારા ૧૦૦ જેટલી સ્માર્ટ સિટીના સીઈઓ તથા અધિકારીઓને આના ઉપયોગથી પર્યાવરણને કેવી રીતે મદદરૂપ થઇ શકાય તેની વિગતવાર માહિતી આપી હતી.

અત્રે ઉલ્લેનીય છે કે, એફ.ડી.એ.(ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) દ્વારા મંજૂર કરવામાં આવેલા ૧૦૦% મેડિકલ ગ્રેડ પ્યોર ક્પ્સ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે, જે જર્મનીથી આયાત કરાતા સિલિકોનમાંથી બનાવવામાં આવે છે, પ્યોર કપ ઝેર અને લેટેક્સ મુક્ત છે જેનો ઉપયોગ તમામ ઉંમરના કિશોરીઓ અને મહિલાઓ કરી શકે છે. તે નાના, મધ્યમ અને મોટા કદના તથા લાલ, ગુલાબી અને પારદર્શક (ટ્રાન્સપેરેન્ટ) કલરમાં પણ ઉપલબ્ધ છે. આ સિવાય સિલિકોન, રબર કે લેટેક્સથી બનેલી નાની કપના આકારની વસ્તુ મહિલાઓના જીવનમાં ધીરે-ધીરે સેનિટરી પેડની જગ્યા લઈ રહી છે. તેની પાછળનું કારણ એ પણ છે કે પેડ માત્ર એક જ વખત ઉપયોગમાં લેવાય છે. જ્યારે મેન્સ્ટ્રૂઅલ કપ્સ ટકાઉ હોય છે તેમજ માસિક સ્રાવ દરમિયાન પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક રસાયણો શરીરથી દૂર રહે છે અને મહિલાના જનનાંગમાં કોઈ તકલીફ પેદા કરતા નથી. જેના કારણે પણ તે વધુ પ્રચલિત છે.

આ એક્ઝિબિશનમાં પ્યોર કપ્સ કંપનીના ફાઉન્ડર પુજા ઠક્કર, સીએફઓ આકાશ શાહ દ્વારા ૧૦૦ જેટલા શહેરોના સીએફઓ, અધિકારીઓને આના ઉપયોગથી પર્યાવરણને કેવી રીતે મદદરૂપ થવાય એની વિગતવાર માહિતી આપી હતી.

Related posts

આર્મી ચીફ ઉપર કોમેન્ટ ન કરે નેતાઃ રાહુલ

aapnugujarat

ઝારખંડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માત્ર ૭૫ મિનિટની મુલાકાતનું ૪૪ લાખનું બિલ

aapnugujarat

૭૦ કરોડ લોકોને જોડવા માટે બીજેપીનો માસ્ટર પ્લાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1