ઈતિહાસકાર પાર્થો ચેટર્જી બાદ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે આર્મીના વડા જનરલ બિપિન રાવત વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યુ છે. તેમણે સેનાના વડાને શેરીના ગુંડા કહ્યા છે. તેમણે આ નિવેદન પાકિસ્તાની સેના પ્રમુખ કમર જાવેદ બાજવાની સરહદે નિવેદનબાજીના સંદર્ભમાં કરાયેલા સવાલના જવાબમાં કહી હતી. જોકે વિવાદ વધતા તેમણે માફી માગી લીધી હતી.
રાહુલ ગાંધીએ સંદીપના આ નિવેદનની નિંદા કરતા કહ્યું છે કે, આર્મી ચીફ વિશે નેતાઓએ આ પ્રમાણેના નિવેદન ન કરવા જોઈએ. બીજી બાજુ બીજેપીએ આ મામલે સોનિયા ગાંધીને માફી માગવા કહ્યું છે.સંદીપ દીક્ષિતે કહ્યું કે આપણી સેના સશક્ત છે. જ્યારે પણ પાક. સીમા પર કોઈ પણ ચેડા કરે છે ત્યારે આપણી સેના હંમેશા કડક જવાબ જ આપે છે. પાકિસ્તાન હંમેશા આવું અયોગ્ય વર્તન કરીને નિવેદન કરે છે. ખરાબ ત્યારે લાગે છે જ્યારે આપણા આર્મી ચીફ કોઈ રોડ પરના ગુંડાની જેમ નિવેદન આપે છે. પાકિસ્તાન એવુ કરે તો કરવા દેવાનું… તેઓ તો છે જ એવા.
દિલ્હી પૂર્વ સીએમ શીલા દીક્ષિતના દીકરા સંદીપે તેમના નિવેદન પર માફી માગતા કહ્યું છે કે, મને લાગે છે કે, મે કઈંક ખોટુ કર્યું છે. હું તેના માટે માફી માગુ છું અને મારું નિવેદન પાછુ લઉં છું.વિવાદથી બચવા માટે કોંગ્રેસે સંદીપના નિવેદનને તેમનું અંગત ગણાવ્યું છે.
પાર્ટી નેતા મીમ અફઝલે કહ્યું છે કે, આર્મી ચીફ વિશે કરવામાં આવેલા આ નિવેદન માટે અફસોસ છે. સંદીપે આવું ન કરવુ જોઈએ.પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રાએ સંદીપના નિવેદનને વિવાદિત ગણાવતા કહ્યું છે કે, કોંગ્રેસનો એક નેતા સેના અને દેશનું અપમાન કરી રહ્યા છે. તેમને રસ્તા પરના ગુંડા કહીને આર્મીનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સંદીપને તુરંત કોંગ્રેસમાંથી બહાર કરવો જોઈએ અને કોંગ્રેસ પ્રેસિડન્ટ સોનિયા ગાંધીએ માફી માગવી જોઈએ.આ પહેલા સંદીપના નિવેદન વિશે કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂએ પણ ટિ્વટ કરીને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે- કોંગ્રેસને શું પ્રોબ્લેમ છે? તેમણે આર્મી ચીફને રોડ પરના ગુંડા કહેવાની હિંમત કેમ કરી.