લખીમપુખીરી જિલ્લામાં એક વિકૃત મગજના પતિએ તેની પત્નીની હત્યા કરીને તેનું ગળું કાપી નાખ્યું છે. હત્યા પછી પતિ તેની પત્નીનું કાપેલું માથું લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતા ત્યાં હાજર પોલીસ કર્મચારીઓએ તેની ધરપકડ કરી લીધી હતી.આ ઘટના બેહજમ ગામની છે. બેહજમ ગામમાં રહેતા આધેડ રામસેવક ગૌતમે સવારે ખેતરમાં કામ કરતી વખતે તેની પત્નીનું ગળું કાપીને હત્યા કરી દીધી છે. રામસેવકના મગજ પર એવુ ઝનુન છવાઈ ગયુ હતું કે તેણે તેની પત્ની ઉષાનું માથુ ઘડથી અલગ કરી દીધું હતું. ત્યારપછી તે વાળથી તેની પત્નીનું માથું પકડીને પોલીસ સ્ટેશન પહોંચ્યોં હતો. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ખેતર પહોચ્યાં હતો ત્યાં આજુ-બાજુના ખેતરમાં કામ કરતા અન્ય લોકોએ જણાવ્યું કે, રામસેવકની પત્ની ઉષા કોઈ ઘરેલુ ચર્ચા કરતી હતી અને તેના કારણે રામસેવક ગુસ્સે થઈ ગયો તેથી તેણે ધારિયાથી જ તેની પત્નીનું માથું વાઢી નાખ્યું.
આસપાસના લોકોએ જણાવ્યું કે, રામસેવક થોડો માનસિક અસ્થિર જ હતો. તેણે આ પહેલાં પણ તેના ભાઈ ઉપર આ પ્રમાણેનો જીવલેણ હુમલો કર્યો હતો. પોલીસે હાલ ખેતરનો તે વિસ્તાર કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી છે.
મૃતકના દીકરા રમેશે જણાવ્યું કે, પપ્પાએ ગુસ્સામાં મમ્મીને મારી નાખી. બંને આજે સવારે સાથે જ ખેતરમાં ગયા હતા. ઘટના પછી ખેતરમાં પહોંચેલી પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. નોંધનીય છે કે આરોપી રામસેવક ખૂબ ગુસ્સાવાળા સ્વભાવનો છે. થોડા વર્ષો પહેલા તેણે તેના પિતરાઈ ભાઈ ઉપર પણ તે ઉંઘતો હતો ત્યારે હુમલો કરીને તેને ઘાયલ કરી દીધો હતો.
પાછલી પોસ્ટ