Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ

દુનિયાની સૌથી તેજ સુપરસોનિક મિસાઇલ બ્રહ્મોસનું સોમવારનાં રોજ એક વાર ફરીથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. આ પરીક્ષણ ઓરિસ્સાથી કરવામાં આવેલ છે. આ મિસાઇલ આધુનિક રીતે ડિઝાઇન કરવામાં આવેલ છે કે જે અન્ય દેશોની આધુનિક મિસાઇલને ટક્કર આપે છે. ભારતીય મિસાઇલ બ્રહ્મોસની રેન્જમાં પાકિસ્તાનનો સમાવેશ પણ થાય છે.
આ પરીક્ષણ આ મિસાઇલની એક્સપાયરી તારીખને ૧૦ વર્ષથી વધારીને ૧૫ વર્ષ કરવાનાં વિચારનો એક ભાગ છે. બ્રહ્મોસ ભારત અને રશિયા દ્વારા વિકસિત કરવામાં આવેલ અત્યાર સુધીની સૌથી આધુનિક પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલી છે અને આ મિસાઇલે ભારતને મિસાઇલ ટેક્નિકમાં અગ્રણી દેશ બનાવી દીધો છે.
બ્રહ્મોસ સુપરસોનિક ૩૭૦૦ કિ.મીનાં પ્રતિ કલાકની સ્પીડથી ૨૯૦ કિ.મી સુધીનાં લક્ષ્યને ભેદી શકે છે. આનું નિશાન પણ અચૂક સફળ હોય છે. આ મિસાઇલ ઓછી ઉંચાઇ પર ઉડાણ ભરવાને કારણ રડારની પકડમાં પણ ના આવી શકે.

Related posts

J&K को विशेष राज्य का दर्जा: अनुच्छेद 370 के खिलाफ जल्द सुनवाई कर सकता है SC

aapnugujarat

बिहार विस चुनाव : नड्डा ने एनडीए के टूटने की अटकलों पर लगाया विराम

editor

સેન્સેક્સમાં ૩૩ પોઈન્ટની રિકવરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1