Aapnu Gujarat
બ્લોગ

સમયની માંગ છે સંસદ કાર્યવાહી સારી રીતે ચાલે

સંસદનું ચોમાસુ સત્ર બુધવારે શરુ થનાર છે. દેશમાં વરસાદ સીઝન તો આજ સુધી બરાબર ચાલી રહી છે ક્યાંક પૂર આવ્યા છે તો ક્યાંક ઓછો વરસાદ થયો છે. પરંપરા અનુસાર સંસદનું ચોમાસુ સત્ર પણ શરુ થવાની તૈયારીમાં છે ત્યારે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સર્વ પક્ષિય બેઠક બોલાવી છેમાં જેમાં સંસદની કાર્યવાહી સારી રીતે ચાલે તેવી અપીલ દરેક પક્ષોને કરશે અને એ જરૂરી પણ છે કેમ કે ગત બજેટ સત્ર તો શોર બકોર અને ધાંધલ ધમાલ પૂરું થઈ ગયું હતું. સદન સારી રીતે ચાલે તેની જવાબદારી વિરોધ પક્ષથી વધારે સત્તાધારી પક્ષની છે. ભાજપા જ્યારે વિપક્ષમાં હતો ત્યારે સંસદમાં કેટલો બધો વિરોધ કર્યો તેની કાર્યવાહીમાં અડચણો ઉભી કરી હતી તેવા આક્ષેપ કોંગ્રેસ પક્ષે અનેકવાર કરેલ છે. હાલની સંસદમાં કોંગ્રેસ વિરોધ પક્ષમાં છે તેનાથી કોઈ ઈન્કાર ન થઈ શકે પરંતુ તેનો મતલબ એ પણ નથી કે તે સંસદ ચાલવા ના દે લોકોના પ્રશ્નોનો સંસદમાં પડઘો પડવો જોઈએ. જે મતદારોએ જેમને ચૂંટીને મોકલ્યા છે. તેઓ પોત પોતાના મત વિસ્તારના પ્રશ્નો સસદમાં પ્રશ્ન રૂપે રજૂ કરીને સરકારથી તેના જવાબ માંગે તે તેમનો ખાસ હક્ક બને છે.
લોકશાહીમાં મોટા ભાગે એવું માનવામાં આવ્યું છે કે સંસદ અથવા વિધાનસભાઓમાં સદનની કાર્યવાહી સારી રીતે ચાલે તેની વધુ જવાબદારી સત્તા પક્ષની છે. અધ્યક્ષ સુમિત્રા મહાજન સંસદ ચાલે તે માટે સત્તાધારી પક્ષને વધુ સલાહ આપે. કોઈ પણ મુદ્દાને લઈને સરકાર જવાબ આપવાથી છટકે નહિ. સવાલ પૂછનારાઓનું પ્રતિ પક્ષના એવું કહે કે તમે સત્તામાં હતા ત્યારે આ અંગે શું કર્યું અરે ભાઈ…તેમણે લોકોના કામ ના કર્યા કાંઈ કર્યું જ નથી તેથી તો પ્રતિપક્ષમાં છે. તેમણે કાંઈ ન કર્યું તો આપણે શા માટે કરીયે એવી વિચારણા સત્તાધારી પક્ષ રાખશે તો સંસદમાં પ્રતિપક્ષની નેજો આપના સ્વાગત માટે તૈયાર છે. તમે ના કર્યું તેનું રટણ ના કરતા તમે શું કર્યું યા તમે શું કરશો એ જાણવામાં લોકોને રૂચિ છે. ૭૦ વર્ષનો હિસાબ ન આપ્યો એટલે તે પ્રતિપક્ષમાં છે. તેને ફરી વાર પ્રતિપક્ષમાં રાખવો હોય તો સરકાર અને સત્તાધારી પક્ષ સદનની કાર્યવાહી ચાલવા દે.
સંસદ સામાન્ય લોકોની શ્રધ્ધાનું મંદિર છે અને ક્યાંક ન્યા ન મળે તો સંસદ અથવા વિધાનસભાના સદનમાં તો સુનાવણી થશે એવું માનીને સામાન્ય લોકો આશા રાખીને બેઠા હોય ત્યારે સદન ના ચાલે અને કોઈ મુદ્દાને લઈને શોર બકોર થાય ત્યારે સામાન્ય લોકોને કેટલું દુઃખ થતું હશે. તે બાબતે સરકાર અને વિપક્ષો મળીને વિચાર કરે. ચોમાસાની સિઝનમાં સંસદ બહાર વરસાદી બુંદો કે ઝરમરીયા વરસાદની જેમ સદનમાં પણ લોકોના સવાલોની ઝડી વરસવી જોઈએ. હળી મળીને સામાન્ય સહમતીથી થાય એ સમયની માંગ છે.(જી.એન.એસ)

Related posts

ડૉ. બાબાસાહેબ આંબેડકર : નહેરૂ અસ્પૃશ્યતા નાબુદી માટે ઉદાસીન : રાજ્ય બંધારણમાં સુધારાની કડક ટીકા

aapnugujarat

ભારતીય વિજ્ઞાનીએ મગજથી ક્વાડકોપ્ટર ઉડાવ્યું

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1