Aapnu Gujarat
Uncategorized

ડીસા પાલનપુર હાઇવે ઉપર ઇકો ગાડીમાં બની આગની ઘટના

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સી.એન.જી ગેસ ધરાવતા વાહનોમાં ચાલુ ‌સીએનજી વાહનમાં આગ લાગવાની ઘટનાઓ મિડિયા દ્વારા અવારનવાર સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક ચાલુ ઇકો ગાડીમાં આગ લાગી જવાની ઘટના સામે આવી છે ત્યારે આ ડીસા પાલનપુર હાઈવે ઉપર ચાલી રહેલી ઇકો ગાડીમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી.ઘટનાની વિગત જોઇએ તો પાલનપુરથી ડીસા તરફ આવી રહી હતી ત્યારે ઇકો ગાડીમાં ડીસાના રાજમંદિર સિનેમા પાસે ઓચિંતી ગાડીમાં આગ લાગતા ટ્રાફિક જામ સાથે અફરાતફરી મચી જવા પામી હતી ત્યારે જાણવા મળ્યાં મુજબ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે

ત્યારે આ આગની ઘટનાના પગલે ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે અંદર બેઠેલા પેસેન્જરો અને ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો ત્યારે આ ઘટનાની જાણ વાયુવેગે ડીસા શહેરમાં પ્રસરી જતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા બાદમાં આ ઘટના અંગે પોલીસ અને ફાયર ફાયટરને જાણ કરાઈ હતી ત્યારે પોલીસ અને ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે  શોર્ટ સર્કિટના કારણે ગાડીમા આગ ભભુકી ઉઠતા ઇકો ગાડીને મોટું નુક્સાન થયું હતું

Related posts

जामनगर में सड़क हादसा : 2 की मौत

editor

૧૨ ગામના લોકોની આજે આત્મવિલોપન કરવા ચેતવણી

aapnugujarat

જામનગરમાં મ્યૂકરમાઇકોસિસ ખતરનાક સ્તરે

editor

Leave a Comment

UA-96247877-1