Aapnu Gujarat
Uncategorized

રાજ્યકક્ષાના ખેલ મહાકુંભનો થયો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતેથી રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભનો રજીસ્ટ્રેશન કંટેન રાઈઝર કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે.સી.સંપટ, વિવિધ રમત-ગમત અધિકારીશ્રીઓ, કોચ તેમજ  ખેલાડીઓ વર્ચ્યુઅલી જોડાયા હતાં.આ ઓનલાઇન કાર્યક્રમમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરકે.સી.સંપટ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાશાળી ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટરશ્રીએ જિલ્લામાં ખેલ મહાકુંભમાં વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય અને આ સ્પર્ધામાં વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લે તેવો અનુરોધ પણ કર્યો હતો.

ખેલ મહાકુંભ એ ગ્રામ્ય તેમજ શહેરી ખેલાડીઓને વિવિધ રમતોમાં કૌવત ઝળકાવવાની તક પુરી પાડે છે. ખેલ મહાકુંભ થકી અનેક ખેલાડીઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ મેડલ્સ મેળવી દેશને રમત ગમત ક્ષેત્રે નામના અપાવી રહ્યા છે. આ તકે અગ્રણી જગદીશભાઈ મકવાણા, નિવાસી અધિક કલેકટર એન.ડી.ઝાલા, વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, જિલ્લા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એમ.બારડ, જિલ્લા આયોજન અધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત સિનિયર કોચ તેમજ જુદા જુદા સ્પોર્ટ્સના કોચ અધિકારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

प्रधानमंत्री मोदी ने राजकोट में एम्स की रखी आधारशिला

editor

ગાંધી નિર્વાણ દિને પોરબંદરથી સાબરમતી સુધીની ૫૫૦ કિમીની ગાંધી જીવન શૈલી પદયાત્રાનો પ્રારંભ

aapnugujarat

અંતરિક્ષમાં જવાનો અનુભવ અહીં બેસીને કરી શકો છો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1