Aapnu Gujarat
Uncategorized

ગાંધી નિર્વાણ દિને પોરબંદરથી સાબરમતી સુધીની ૫૫૦ કિમીની ગાંધી જીવન શૈલી પદયાત્રાનો પ્રારંભ

ગાંધી નિર્વાણ દિને ગાંધીજન્મભૂમિ પોરબંદરથી સાબરમતી આશ્રમ સુધીની ગાંધી જીવન શૈલી પદયાત્રાનો પ્રારંભ થયો હતો,ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણી અને ગુજરાત વિધાપીઠના શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ એનએસએસના પ૦ વર્ષ પૂર્ણ થતાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીને લઈ ગાંધી નિર્વાણ દિન નિમિતે ગાંધીજન્મભૂમિ પોરબંદરથી ગાંધી જીવન શૈલી પદયાત્રાનો પ્રારંભ ગાંધીજન્મ સ્થળ પોરબંદર કિર્તિમંદીર ખાતેથી થયો હતો. ગુજરાત વિદ્યાપીઠના શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ એનએસએસના પ૦ વર્ષ પૂર્ણ થતાં આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કિર્તિમંદીર ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પદયાત્રાનો પ્રારંભ આરોગ્ય સચિવ જયતિ રવિ તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ લીલી ઝંડી આપી કરાવ્યો હતો.
આ પ્રસંગે બાલુબા કન્યા વિદ્યાલાય ખાતે પણ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થનીઓએ ગાંધીજીના પ્રિય ભજનો રજુ કર્યા હતા. પોરબંદર ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રામાં ગુજરાત વિધાપીઠના એનએસએસના વિધાથીઓ જોડશે અને પપ૦ કિમીની આ પદયાત્રામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીજીના સ્વરછતા, રાષ્ટ્રીય એકતા, શ્રમદાન અને પર્યાવરણ સહીતના ગાંધીજીના વિચારો લોકો સુધી પહોંચાડશેપોરંદરથી નિકળેલી પદયાત્રા આગામી ર૮ મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતે સપન્ન થશે. આ પદયાત્રામાં ગુજરાત વિદ્યાપીઠના ૩૦ વિદ્યાર્થીઓ જોડાયા છે અને દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારો માંથી પણ લોકો જોડશે. પોરબંદર ખાતે પ્રારંભ થયેલી આ પદયાત્રાના કાર્યક્રમમાં રીઝનલ ડાયરેકટર એનએસએસના કમલ કુમારકર અને ગુજરાત વિદ્યાપીઠના પ્રાધ્યાપકો ઉપસ્થીત રહ્યા હતા.

Related posts

सोमनाथ मंदिर की सुरक्षा मजबूत करने के लिए शेरू नामक श्वान जुड़ा

aapnugujarat

ટ્રેનને ગુણવત્તાને આધારે રેટિંગઃ ખરાબ સ્ટેશનનું લિસ્ટ પણ જાહેર થશે

aapnugujarat

કોંગ્રેસનું ખારવા સમાજને આશ્વાસન : માછીમારોના પ્રશ્નો તાત્કાલિક હલ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1