Aapnu Gujarat
ગુજરાત

પેરોલ પર ફરાર આરોપી ઝડપાયો

ઉમેશ ગોરાહવા, બોટાદ

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પેરોલ ફર્લો/વચગાળાના તેમજ પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડવા અંગેની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર તથા જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબનાઓ દ્વારા બોટાદ એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કવોડની ટીમોને આ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ પેરોલફર્લો/વચગાળાના જામીન પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર આરોપીઓ પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.
ઉપરોક્ત સુચના અન્વયે બોટાદ એસ.ઓ. જી. તથા પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ બોટાદ જિલ્લાનાં પેરોલ ફર્લો/વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલમાંથી ફરાર આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન પો.સ.ઈ. એમ.આર. પરમાર તથા પેરોલ ફર્લો સ્કોડમાં ફરજ બજાવતા હેડ કોન્સ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ રામાનુજનાઓને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળેલ કે, શિહોર પો.સ્ટે ગુ.ર.નં.૧૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૩૩,૫૦૪.૪૨૭, જી.પી એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્હાનો આરોપી જુનેદ ઉર્ફે જુલ્ફી આરીફભાઇ કાજી રહે, બોટાદ, સાળંગપુર રોડ. સરકારી ગોડાઉન પાછળ તા.જી બોટાદવાળો રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય અને મજકુર તા.૦૪/૦૬/૨૦૨૧ થી તા. ૦૩/૦૯/૨૦૨૧ સુધી દિન-૯૦ ની પેરોલ રજા ઉપર છુટેલ અને બાદમાં જેલ ખાતે હાજર નહી થઇ ફરાર થયેલ હોય જે મજકુર ઇસમ બોટાદ સાળંગપુર રોડ સરકારી ગોડાઉન પાછળ તા.જી બોટાદવાળો ઘરે હાજર હોય જે હકીકતને આધારે બોટાદ પેરોલ ફર્લો સ્કોડ તથા એસ.ઓ.જી ના પોલીસ સ્ટાફ દ્વારા હકીકતવાળી જગ્યાએ જઇ પેરોલ ઉપરથી ફરાર આરોપીની તપાસ કરતાં જુનેદ ઉર્ફે જુલ્ફી આરૂફભાઇ કાજી રહે, સાળંગપુર રોડ સરકારી ગોડાઉન પાછળ તા.જી બોટાદવાળો મળી આવતાં તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અને મજકુર આરોપી અગાઉ પણ વચગાળાના જામીન ઉપર છુટ્ટી ફરાર થયેલ હતો
આ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.શાખાનાં પોલીસ ઇન્સ. એચ.આર.ગોસ્વાટમી ની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી તથા પેરોલ ફર્લો સ્કવોડનાં હેડ.કોન્સ જયેશભાઇ ગભરૂભાઇ તથા હેડ.કોન્સઅ ભારદ્વાજભાઇ કાળીદાસભાઇ એસ.ઓ.જી. શાખાના હેડ કોન્સય ગોવિંદભાઇ કાળુભાઇ તથા હેડ કોન્સ જયેશભાઇ ધીરૂભાઇ જોડાયેલ હતા.

Related posts

વેપારીઓને ચૂનો લગાવતી મહિલા ગેંગ ઝડપાઇ

aapnugujarat

વાત સત્તા કે ખાતાની નહી પરંતુ મારા સ્વમાનની હતી : નીતિન પટેલની પ્રતિક્રિયા

aapnugujarat

“અનુબંધમ”વેબ પોર્ટલ પર નોકરીવાચ્છુ ઉમેદવારો માટે મદદરૂપ બનશે

editor

Leave a Comment

UA-96247877-1