Aapnu Gujarat
ગુજરાત

ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

SURESH TRIVEDI, BHAVNAGAR

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા  જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા, પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી. જાડેજા, પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને દિવાળીનાં તહેવારોમાં શહેર/ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલીંગ કરી દારૂ/જુગાર ની પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા સુચનાઓ આપેલ હતી.
 
ગઇકાલે ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઓમદેવસિંહ હરદેવસિંહ વાળા રહે.તળાજી નદીનાં સામા કાંઠે,તળાજા વાળાએ રાજસ્થાનથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મંગાવેલ છે. જે ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ટાટા કંપનીનાં H.P. ગેસનાં ટેન્‍કર રજી નં. GJ-17-UU 8895માં આવેલ ગેસ કેપ્‍સ્‍યુલમાં ભરી ડ્રાયવર-કલીનર બંને જણાં ટેન્‍કર લઇને મહુવા ચોકડી તરફ જવાનાં છે. જે બાતમી આધારે ઉપરોકત વાહનની વોચમાં રહેતા બાતમી વર્ણનવાળું ટેન્‍કર ઉભું રખાવતાં ડ્રાયવરે ઉભું રાખેલ નહિ. જેથી ટેન્‍કરનો પીછો કરી તળાજા- મહુવા હાઇ-વે ઉપર આવેલ એસ્‍સાર પેટ્રોલપંપ પાસે રોડ ઉપર ટેન્‍કર ઉભું રખાવતાં  ટેન્કરનાં ડ્રાયવર….
(૧) કૈલાશ ભગાજી ગાયરી ઉ.વ.૨૭ ધંધો- ડ્રાયવીંગ રહે.તળાવની પાળ, ગાયરીઓ કી બસ્તી, સાક્રોદા થાના-પ્રતાપનગર તા.ગીરવા જી.ઉદયપુર, રાજસ્થાન

ક્લીનર
(૨) લાલસિંગ કિશનસિંગ દેવરા ઉ.વ. ૩૬ ધંધો-કલીનર અને ડ્રાયવીંગ રહે.ઘર નં.૯૧,ફલા વરકડા, સાક્રોદા થાના-પ્રતાપનગર તા.ગીરવા જી.ઉદયપુર, રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.

આ ટાટા કંપનીનાં LPG VAN ટેન્‍કર રજી.નંબર- GJ-17- UU 8895 માં પાછળના ભાગે ઢાંકણું ખોલાવતાં ગેસ કેપ્સ્યુલમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્થો ભરેલ હોવાનું  જણાય આવેલ. જેથી આ ટેન્કર તળાજા પોલીસ સ્‍ટેશન ખાતે લાવી તે ટેન્‍કરનાં ગેસ કેપ્‍સ્‍યુલમાંથી ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો બહાર ઉતારી જોતાં નીચે મુજબનાં વર્ણન તથા સંખ્યા મુજબનો મળી આવેલ.

Related posts

મુખ્યમંત્રી રૂપાણી સહિત બધાં સભ્યનાં હોદ્દા-ગુપ્તતાનાં શપથ

aapnugujarat

બેંકમાંથી બોલું છું એમ કહી લોકોને ઓનલાઇન ઠગી લેતો ઝારખંડનો ભેજાબાજ ક્રાઈમબ્રાંચનાં હાથે ઝડપાયો

aapnugujarat

રામ મંદિર નિર્માણ માટે સુપ્રીમ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ : હાર્દિક પટેલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1