Aapnu Gujarat
ગુજરાત

વેપારીઓને ચૂનો લગાવતી મહિલા ગેંગ ઝડપાઇ

મહિલાઓને આમતો સન્માન અને વિશ્વાસની નજરે જોવામાં આવતી હોય છે પરંતુ આજકાલ મહિલાઓના એવા કારનામાં સામે આવી રહ્યા છે કે, સભ્ય સમાજની મહિલાઓના માથા શરમથી ઝૂકી જાય. અમે આપને એવી મહિલાઓ વિશે જણાવીશું કે, જે મહિલાઓ વેપારીઓને ચૂનો લગાવતી હતી.
છેલ્લા કેટલાય સમયથી પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં સોના-ચાંદીની દુકાનોમાં નકલી ગ્રાહક બનીને ચોરી કરતી મહિલા ગેંગની રાડ ઉઠવા પામી હતી લોકોની સાથે પોલીસ પણ આ શાતિર મહિલાઓની ચોર ગેંગને ઝડપવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું પરંતુ સફળતા હાથ લાગી ન હતી.
પરંતુ ગત રોજ આ મહિલા ચોર ગેંગ પોતાની સફેદ ઈન્ડીગો કારમાં સીતપુર શહેરના જૈન દેરાસર પાસે જોવા મળતા એક વેપારી આ મહિલા ચોર ગેંગને ઓળખી જતા તેઓએ પોલીસને જાણ કરી હતી પોલીસને જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને સિદ્ધપુર શહેરના બિંદુ સરોવર પાસેના પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઈન્ડિગો કારને આંતરી આ મહિલા ચોર ગેંગ ને આબાદ ઝડપી પાડી હતી.
ઝડપાયેલામાં ચાર મહિલા અને બે પુરૂષનો સમાવેશ થવા જાય છે જેમાં આજે ઝડપાયેલી ગેંગ છે તે મહારાષ્ટ્રીયન ગેંગ તરીકે ઓળખાય છે જેઓએ અગાઉ થોડા સમય પહેલા સિદ્ધપુરની એક જવેલર્સમાંથી નકલી ગ્રાહક બનીને પોતાના પર્સમાં દાગીના સેરવી લીધા હતા. જો કે આ તમામ ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી આજે જે ગેંગ ઝડપાઈ છે.

Related posts

અમદાવાદ શહેરમાં રસ્તાના કામ હજુય અધુરા

aapnugujarat

રસ્તાઓના રિસરફેસીંગ-રિપેરીંગ માટે સરકાર ખર્ચશે ૧૬૦ કરોડ રૂપિયા

editor

દક્ષિણ-પશ્ચિમ મોનસુન હાલ સામાન્ય કરતા એક ટકા વધુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1