Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ શહેરમાં રસ્તાના કામ હજુય અધુરા

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રોડ-રસ્તાનાં કામ ધીમી ગતિથી ચાલી રહ્યાં છે. ચાલુ વર્ષે ચોમાસામાં પચાસ ટકા વરસાદ પડ્‌યો હોવા છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓની દૂરંદેશીના અભાવે નાગરિકો ડિસ્કો રોડથી તોબા પોકારી ઊઠ્‌યા છે, જેના કારણે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (ટીપીઆઇ)ના કારણે શહેરમાં હવે સ્ટેટ અને નેશનલ હાઇવે જેવા રોડ બનશે તેવો શાસકોનો દાવો સદંતર ખોટો પડ્‌યો છે, જોકે સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે શહેરના સાત પૈકી એક પણ ઝોનમાં રોડનાં કામમાં આંખે ઊડીને વળગે તેવા સુંદર આયોજનના બદલે વિસંગતતા અને વેઠ ઉતારી હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. કેટલાક વિસ્તારોમાં રોડ-રસ્તાનું કામ કયાંક ઉતાવળે પૂરું કરી દેવાયું છે તો, મેમનગરમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના જૂના નિવાસસ્થાનવાળા રોડ પર એટલે કે, દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર બંને સાઇડનો આખો રોડ કોન્ટ્રાકટર દ્વારા બનાવાય છતાં વચ્ચે ખુલ્લો પટ્ટો જાણે લકઝરીબસોના ગેરકાયદે પાર્કિંગ માટે ખુલ્લો રખાયો હોય એમ તેને લઇ હવે અમ્યુકો સત્તાવાળાઓના અણઘડ આયોજન અંગે ગંભીર સવાલો ઉઠયા છે. અમ્યુકો તંત્રના અણઘડ આયોજન અને દિશાવિહીન વહીવટ પરથી એક વાત સ્પષ્ટ થઇ ગઇ છે કે, શહેરના રોડ-રસ્તાઓના નિર્માણ માટે કોઇ મોનીટરીંગ કે દેખરેખની વ્યવસ્થા જ નથી. અને જો હોય તો તે માત્ર શોભાના ગાંઠિયા સમાન કાગળ પર છે. અમ્યુકો તંત્રની બલિહારીથી ઉત્તર ઝોનમાં નિર્ધારિત લક્ષ્યાંક કરતાં પણ વધારે એટલે કે ૧ર૧ ટકા રોડનાં કામ થયાં છે તો નવનિર્મિત દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં માંડ ર૩ ટકા કામગીરી થઇ છે. રોડમાં મેટ્રિક ટન આધારિત થયેલી કામગીરીના તંત્રના સત્તાવાર આંકડાના આધારે આ બાબતનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. રોડનાં કામની મંથર ગતિથી ખુદ સ્ટેન્ડિંગ કમિટીએ અવારનવાર તંત્ર સામે નારાજગી દર્શાવી છે. આ વખતે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન (ટીપીઆઇ) દ્વારા રોડનાં કામની ગુણવત્તા સ્ટેટ અને નેશનલ હાઇવે જેવી અફલાતૂન કરવાની વાતો વચ્ચે પેચવર્ક કે રિસરફેસિંગમાં નકરી વેઠ ઉતારાઇ હોવાનું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. રોડના ટેકરા કે નીચાણના હિસ્સાને સમતળ કરીને રોડ બનાવવાની તસ્દી લેવાતી નથી. એટલું જ નહી, રોડ પર ડામર પાથર્યા બાદ તેનું જોઇએ એવું ફીનીશીંગ કે પોલિશીંગ થતું જ નથી. તાજેતરમાં વાઇડનીંગ કરાયેલો મેમનગર દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ તેનું તાજુ ઉદાહરણ છે જેના કારણે કાચા રોડ બનાયાનો અહેસાસ થાય છે. નાગરિકોના લમણે કોન્ટ્રાક્ટર રાજ ભટકાવી દેવાયું હોય તેમ ૩૦ ટકા ઊંચા ભાવના ટેન્ડરને મંજૂર કરીને પણ તંત્ર કોન્ટ્રાક્ટરની મનમાની સામે લાચાર પુરવાર થયું છે. તંત્રના સત્તાવાર આંકડા મુજબ ૩.૭૭ લાખ મેટ્રિક ટનના રોડનાં કામના લક્ષ્યાંક સામે તા.રર ફેબ્રુઆરી, ર૦૧૯ સુધીમાં ૬૮.૭૪ ટકા કામગીરી થઇ છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૭૧ હજાર મેટ્રિક ટન કામગીરીના લક્ષ્યાંક સામે ફક્ત ૧૬ર૧૮ મેટ્રિક ટનની એટલે કે રર.૮૪ ટકા કામગીરી જ થઇ શકી છે. આમાં કોન્ટ્રાક્ટરની મુનસફી મુજબ જે તે ઝોનમાં કામગીરી ચાલતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આઇઓસીનાં બોગસબિલના મામલે પોલીસે તપાસ પણ હાથ ધરી છે તેમ છતાં શાસકોને પણ કેટલાક અધિકારીઓ ગાંઠતા નથી, જેને લઇ હવે અમ્યુકો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.

Related posts

પાટીદારોમાં આક્રોશ ભાજપને ઝટકો આપે તેવા સંકેત

aapnugujarat

દ.આફ્રિકામાં ભરૂચના પરિવારને અકસ્માતઃ પતિ પત્નીનું મોત

editor

मेडिकल स्टोर्स की हड़ताल के कारण मरीजों को हुई परेशानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1