Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સોશિયલ મીડિયા નેટવર્ક ‘ટ્રૂથ સોશિયલ’ લોન્ચ કરશે ટ્રમ્પ

સિલિકોન વેલીની દિગ્ગજ ટેક કંપનીઓનો મુકાબલો કરશે. ગ્રુપે આરોપ લગાવ્યો હતો કે, સિલિકોન વેલીની કંપનીઓ અમેરિકામાં વિરોધી અવાજાેને દબાવવા માટે પોતાની એકતરફી શક્તિઓનો ઉપયોગ કરી રહી છે. ટ્રમ્પને આ ગ્રુપના ચેરમેન બનાવવામાં આવ્યા છે. આ જાહેરાત મુદ્દે ટ્રમ્પે કહ્યું કે, ‘મેં દિગ્ગજ કંપનીઓના અત્યાચાર સામે ઉભા રહેવા માટે ટ્રૂથ સોશિયલ અને ટીએમટીજીની રચના કરી છે. આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં ટિ્‌વટર પર તાલિબાનની મોટા પાયે ઉપસ્થિતિ છે પરંતુ તમારા મનગમતા અમેરિકી રાષ્ટ્રપતિના અવાજને દબાવી દેવામાં આવ્યો છે.’ વધુમાં જણાવ્યું કે, ‘આ અસ્વીકાર્ય છે અને હું બહુ જલ્દી જ ટ્રૂથ સોશિયલ પર પહેલી ટ્રૂથ પોસ્ટ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજીની રચના બધાને અવાજ આપવાના મિશનથી થઈ છે. હું બહુ જલ્દી ટ્રૂથ સોશિયલ પર મારા વિચારો શેર કરવા અને દિગ્ગજ ટેક કંપનીઓ સામેનો જંગ ફરી શરૂ કરવાને લઈ ઉત્સાહિત છું. બધા મને સવાલ કરી રહ્યા હતા કે, હું દિગ્ગજ ટેક કંપનીઓ સામે કેમ ઉભો નથી થઈ રહ્યો? અમે જલ્દી જ એ કરીશું.’અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટિ્‌વટર અને ફેસબુક દ્વારા પ્રતિબંધ ન હટાવાતા પોતાનું આગવું સોશિયલ મીડિયા નેટવર્ક બનાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે તેને ્‌ઇેં્‌ૐ ર્જીષ્ઠૈટ્ઠઙ્મ (ટ્રૂથ સોશિયલ) એવું નામ આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ૨૦૨૨ના વર્ષની શરૂઆતમાં તેને લોન્ચ કરવામાં આવશે. ટ્રમ્પ મીડિયા એન્ડ ટેક્નોલોજી દ્વારા તેનું નિર્માણ કરવામાં આવશે.

Related posts

पाकिस्तान के क्वेटा में विस्फोट, दो की मौत, 25 घायल

aapnugujarat

कोरोना के बाद आने वाले संकटों के लिए भी तैयार रहे दुनिया : WHO

editor

टेक्सास में भारतीय-अमेरिकी सिख पुलिस अधिकारी की गोली मारकर हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1