Aapnu Gujarat
ગુજરાત

બોટાદ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરાઈ

ઉમેશ ગોરાહવા,બોટાદ

દર વર્ષે ૨૧ઓક્ટોબર ના દિવસને પોલીસ શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે.આજ ના દિવસે દેશભરમા શહીદ થયેલા પોલીસ જવાન તેમજ અધિકારીઓને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે. તેમજ શહીદ થયેલા પોલીસ જવાન /અધિકારીઓ ને યાદ કરવામાં આવે છે.
દેશ ભર મા પોલીસ અને તેમના પરિવારનો આભાર માનવા તેમજ પોલીસ અધિકારી/કર્મચારીઓના કર્તવ્ય તેમજ ફરજપાલન દરમિયાન શહીદ થયેલા તમામ પોલીસ કર્મીઓ ને યાદ કરવામાં આવે છે ત્યારે આજ રોજ તા.૨૧/૧૦/૨૦૨૧ ના રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પણ પોલીસ શહીદ સ્મૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેમાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા નાઓની પ્રેરક ઉપસ્થિતિ મા ક.૦૮/૦૦એ આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી. આ કાર્યક્રમમાં જિલ્લા ના નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક બોટાદ, એમ. બી. વ્યાસ વિભાગીય પોલીસ અધિકારી રજદીપસિંહ નકુમ તથા એલ.આઈ.બી. પો.ઈન્સ એમ.એમ. દિવાન તથા SOG પોલીસ ઇન્સ્પેકટર એચ. આર. ગોસ્વામી, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એ. બી. દેવધા, મહિલા પોલીસ ઇન્સ્પેકટર આર. એમ. ચૌહાણ તેમજ જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરઓ અને પોલીસ હેડ ક્વાર્ટરના કર્મચારીઓ હાજર રહેલ.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ના હેડ ક્વાર્ટર ખાતે આભાસી શહીદ સ્મારક બનાવવામાં આવેલ જેને પુષ્પોથી સજાવવામાં આવેલ. જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પ્રંગોચિત ઉદબોધન કરી શહીદ થયેલા પોલીસ જવાન અધિકારીઓને યાદ કરવામા આવ્યા. જે અંતર્ગત તા. ૦૧/૦૯/૨૦૨૦ થી તા.૩૧/૦૯/૨૦૨૧ સુધી ચાલુ ફરજ દરમિયાન શહીદ થયેલ પોલીસ અધિકારી/કર્મચારી ઓની નામાવલીનું વાંચન કરવામાં આવેલ અને ત્યાર બાદ શહીદો ને શ્રદ્ધાંજલી આપવા આયોજિત પરેડ મા પરેડ કમાન્ડર રિઝર્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ જે મકવાણા તેમજ પોલીસ હેડ ક્વાર્ટરની મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા શહીદો ને શોક સલામી આપવામાં આવી
જિલ્લા પોલીસ અધિક્ષક નાઓ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બનાવવામા આવેલ આભાસી શહીદ સ્મારકને (શહીદો) શ્રદ્ધાંજલિ આપતા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી, ત્યાર બાદ તમામ કર્મચારી/અધિકારીઓ દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલી આપતા શહીદ સ્મારક ને પુષ્પો અર્પણ કરવામાં આવ્યા ત્યાર બાદ પરેડ નું વિસર્જન કરી કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરવામા આવેલ.

Related posts

મુખ્યમંત્રીશ્રી નવી દિલ્હીમાં : પ્રધાનમંત્રીશ્રીને ગુજરાતની અતિવૃષ્ટિ-પૂર પ્રભાવિત પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી પ્રત્યક્ષ મળીને આપી

aapnugujarat

મહારાષ્ટ્રની હિંસાના ગુજરાતમાં પડઘા : સુરતમાં લોકો રસ્તા ઉપર

aapnugujarat

ગુજરાતને રક્ષા-એરોસ્પેસ ક્ષેત્રે મેન્યુફેક્ચરિંગ હબ બનાવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1