Aapnu Gujarat
ગુજરાત

દારૂ-બિયર ના મસમોટા જથ્થા સાથે બે શખસો ઝડપાયા

SURESH TRIVEDI , BHAVNAGAR

ભાવનગર શહેરના જ જૂના સિંધુનગર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી પોલીસે દારૂ અને બિયર ના 1.71 લાખના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.આઇ.સોલંકીના  માર્ગદર્શન મુજબ ડી સ્ટાફના પોલીસ સબ ઇન્સ. ટી.એલ.માલ તથા પોલીસ સ્ટાફ વિગેરે પેટ્રોલિંગ માં હતા, તે દરમ્યાન પોલીસ કોન્સ. અનીલભાઇ સોલંકી તથા પોલીસ કોન્સ. રાજેન્દ્રભાઇ આહીરને તેમના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત હકિકત મળેલ કે  જુનુ સીંધુનગર, શેરી નં.૦૧, રૂમ નં.૨૭, સંત ત્રીલોકરામ મંદિરની બાજુમાં રહેતા સાગર મોહનભાઇ પીંજાણી નામના માણસે તેના રહેણાંકના મકાનમાં ઇંગ્લીસ દારૂ વેચાણ અર્થે ઉતારેલ છે . જે હકિકત આધારે રેઇડ કરતા નીચેની વિગતે મસમોટો ઇંગ્લીસ દારૂનો જથ્થો મળી આવેલ છે.
ઝડપાયેલ આરોપી માં  સાગરભાઇ મોહનભાઇ પીંજાણી, ઉવ.૨૮ તથા મનીષભાઇ વિરૂભાઇ હાસેજા, ઉવ.૨ આ શખ્સો પાસેથી વિદેશી દારૂની અલગ -અલગ બ્રાન્ડની પેટી (બોક્ષ) નંગ-૨૮ જેમાં બોટલ નંગ-૩૩૬ કિ.રૂા.૧,૭૧,૬૦૦/- તથા બીયરની પેટી નંગ-૦૧ માં ટીન નંગ-૨૪ કિ.રૂા.૩૦૦૦/- તથા બે એક્ટીવા મોટર સાયકલ કિ.રૂા.૮૦,૦૦૦/- તથા બે મોબાઇલ કિ.રૂા.૫૫૦૦/- મળી કુલ રૂા.૨,૬૦,૧૦૦/- નો મુદામાલ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

બનાસકાંઠા-પાટણ જિલ્લાના પૂરઅસરગ્રસ્ત ૧૦૪૦ ગામોમાં પાણી પુરવઠો પુનઃ કાર્યરત થયો

aapnugujarat

સર્વરડાઉન થતાં ઓનલાઈન પરીક્ષામાં સર્જાયી મુશ્કેલી…

editor

कांकरिया की एन्ट्री फीस में दो से तीन रुपये की वृद्धि होगी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1