Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા-પાટણ જિલ્લાના પૂરઅસરગ્રસ્ત ૧૦૪૦ ગામોમાં પાણી પુરવઠો પુનઃ કાર્યરત થયો

બનાસકાંઠા અને પાટણ જિલ્લાના પૂર પ્રભાવિત ૧૦૪૦ ગામોમાં પીવાનાં પાણીની કામગીરી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧ર૩૪ ગામો પૈકી ૩૯૪ ગામો જુથ યોજના દ્વારા, ૬૯૬ ગામો સ્વતંત્ર સોર્સ દ્વારા તથા ૧૪૪ ગામોને ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.પાટણ જિલ્લામાં કુલ પ૧૬ ગામો પૈકી ર૮૬ ગામો જુથ યોજના દ્વારા ૧૦૭ ગામો સ્વતંત્ર સોર્સ દ્વારા તેમજ ૧૦૮ ગામોએ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે, એમ અગ્ર સચીવ (પાણી પુરવઠા) જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું. તાકીદની વ્યવસ્થા તરીકે પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પૂર પ્રભાવિત ગામના લોકોને પીવાનાં પાણીના પાઉચનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.નર્મદા મુખ્ય કેનાલમાંથી પાણીનું લેવલ ઘટતાં રાણકપુર ઓફટેક પર વધારાના બે પંપો બેસાડેલ છે. દાંતીવાડા ડેમના નીચાવાસમાં બનાસ નદીમાંથી પસાર થતી જુદી જુદી સાઇઝની ૪ એમ.એસ. પાઇપલાઇનોમાં પૂરથી ધોવાણ થયેલ છે. જેની મરામત માટે રાજયના અન્ય જિલ્લાઓમાંથી પાઇપો દાંતીવાડા પહોંચાડવામાં આવી રહી છે. દાંતીવાડા ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો જથ્થો બંધ થયા પછી નદી વિસ્તારમાં મરામતની કામગીરી હાથ ધરી પરિસ્થિતિ પૂર્વવત કરવામાં આવશે.પાણી પુરવઠા બોર્ડ દ્વારા દરેક ટેન્કર ફીલીંગ પોઇન્ટ પર કલોરીનેશન તથા ગામોનાં કુવાઓમાં ‘પોટ કલોરીનેશન’ ની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાનેરા શહેરમાં ડ્રેનેજની ગંભીર પરિસ્થિતિ સર્જાતા પમ્પીંગ સ્ટેશનથી નદી સુધી ૩પપ એમ.એમ. વ્યાસની ત્રણ કી.મી. પાઇપ લાઇન નાંખવાનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

Related posts

માતવા,પટેલ ફળિયા પ્રા.શાળા ના આચાર્ય અભેસિંગ બામણીયા નો વિદાય સમારંભ યોજાયો

aapnugujarat

ગુજરાતનું દેવું વધીને અધધ…૨,૬૭,૬૫૦ કરોડ થયું

editor

નર્મદા જિલ્લામાં યોજાનારા કલા મહાકુંભ-૨૦૧૭ અન્વયે તા. ૧૭ મી જુલાઇ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1