Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વેંકૈયા નાયડુ દેશના નવા ઉપરાષ્ટ્રપતિ ચુંટાયા

ભાજપના નેતૃત્વમાં એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુ ધારણા પ્રમાણે જ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. વેંકૈયા નાયડુને ૫૧૬ મળ્યા હતા જ્યારે તેમના હરીફ અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીને ૨૪૪ મત મળ્યા હતા. આની સાથે જ વેંકૈયા નાયડુ ભારતના ૧૩માં ઉપરાષ્ટ્રપતિ તરીકે ચુંટાઈ આવ્યા હતા. સંસદના બંને ગૃહોમાંથી તેમને મોટી સંખ્યામાં મત મળ્યા હતા. ૧૦૦ ટકા જેટલું મતદાન આજે યોજાયું હતું. ૭૭૧ મત મળ્યા હતા જે પૈકી ૭૬૦ માન્ય હતા. જીતવા માટે ૩૮૧ મતની જરૂર હતી. હમીદ અન્સારીની અવધિ ૧૦મી ઓગસ્ટના દિવસે પુરી થઇ રહી છે. અગાઉ દેશના આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે ભારે ઉત્સાહ વચ્ચે અગાઉ ૯૮.૨૧ ટકા જેટલું ઉંચુ મતદાન થયું હતું. કુલ ૭૮૫ સભ્યો પૈકી ૭૭૧ સભ્યોએ મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મોડેથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારે ૧૦ વાગે મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ ચારેબાજુ ઉત્સાહ દેખાઈ રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત તેમના પ્રધાનમંડળના સભ્યો, વિપક્ષી નેતાઓ પણ મતદાનમાં ભાગ લીધો હતો જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. સહાયક ચૂંટણી અધિકારી મુકુલ પાંડેએ સંસદ ભવનમાં પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ બપોર સુધીમાં ઉંચુ મતદાન થઇ ગયું હતું. વેંકૈયા નાયડુ પોતે મતદાનમાં ભાગ લેવા માટે સવારે ૯.૩૦ વાગે ઘરેથી નિકળ્યા હતા અને ૧૦ વાગે મતદાનમાં ભાગ લીધો હતો. નાયડુની સાથે સંસદીય બાબતોના પ્રધાન અનંતકુમાર, ભાજપના અન્ય નેતા પણ ઉપસ્થિત હતા. ભાજપના વરિષ્ઠ નેતા એલકે અડવાણી, ગોવાના મુખ્યમંત્રી મનોહર પારીકર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને અન્ય ભાજપના નેતાઓએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વિપક્ષી ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધીએ કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ અને અન્ય નેતાઓ સાથે શુભેચ્છાની આપલે કરી હતી. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે તમામ એક સાથે નજરે પડ્યા હતા. રાજ્યસભાની નોમિનેટ સભ્ય રેખા પણ મતદાન માટે પહોંચી હતી. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના પત્નિ ડિમ્પલ યાદવ પણ મતદાન માટે પહોંચ્યા હતા. નાયડુએ મતદાન પહેલા જ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, મોટાભાગના પક્ષો તેમને મત આપનાર છે. એનડીએના ૮૧ ધારાસભ્યો અને ૩૩૮ લોકસભા સભ્યો ઉપરાંત વાયએસઆર ૧૦, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ ૧૪ના સભ્યો પણ નાયડુની સાથે છે. ૪૯૩ સભ્યોના સમર્થનની સાથે નાયડુ ૩૯૪નો જાદુઈ આંકડો સરળતાથી મેળવી લેશે તેમ પહેલાથી જ માનવામાં આવી રહ્યું હતું. ભાજપના નેતૃત્વમાં એનડીએના ઉમેદવાર વેંકૈયા નાયડુ અને કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએના ગોપાલ ગાંધી વચ્ચે મુખ્ય સ્પર્ધા રહી હતી. સંસદના હોલ નંબર ૬૨ અને ૬૩માં મતદાનની પ્રક્રિયા શરૂ થયા બાદ લાંબી લાઇન જોવા મળી હતી. અગાઉ ગોપાલ ગાંધીએ મતદાન વેળા કહ્યુ હતુ કે આ લડાઇ બંધારણીય સિદ્ધાંતોની છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા. મોદીએ સવારે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભા બન્નેના તમામ સાંસદો મતદાન કરે છે. તેમની સંખ્યા ૭૯૦ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીના સમીકરણની વાત કરવામાં આવે તો આંકડા પર વધારે નજર રાખવામાં આવે છે. રાજ્યસભામાં ભાજપના સૌથી વધારે ૫૮ સાંસદો છે. જ્યારે દેશની મુખ્ય વિપક્ષી પાર્ટીના ૫૭ સાંસદો છે. ભાજપના નેતૃત્વમાં એનડીએની પાસે લોકસભામાં ૩૪૦ અને રાજ્યસભામાં ૮૫ સાંસદ છે. એટલે કે કુલ ૪૨૫ સાંસદ છે. વર્તમાનમાં લોકસભામાં બે અને રાજ્યસભામાં એક સીટ ખાલી છે. બીજી બાજુ લોકસભાના સભ્ય છેદી પાસવાન ન્યાયિક ચુકાદાના કારણે મતદાન કરવાથી અયોગ્ય રહ્યા છે.

Related posts

मोदी २.० के पहले १०० दिनों के लिए १६७ बड़े कामों की लिस्ट तैयार

aapnugujarat

ટેરર ફંડિગ કેસમાં ગિલાનીના જમાઇ સહિત ત્રણ શખ્સોને કસ્ટડીમાં લેવાયા

aapnugujarat

वृद्ध नेबच्ची से किया दुष्कर्म

aapnugujarat

Leave a Comment

UA-96247877-1