Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ ખાતે મહિલા સશકિતકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા અમદાવાદ જીલ્લા પંચાયત આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે મહિલા સશક્તિકરણ પખવાડીયા ઉજવણી અંતર્ગત મહિલા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો હતો. નિષ્ણાંત તબીબ દ્વારા ૧૫૦થી વધુ મહિલાઓની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે સ્તનપાન સપ્તાહ ઉજવણી અંતર્ગત શિબિર યોજાઇ હતી અને ઉપસ્થિત મહિલાઓને સ્ત્રી ભૃણ અટકાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિભાગીય નાયબ નિયામક ડો.નિલમ પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, સીએચસી સુપ્રીટેન્ડન્ટ ડો.અસ્મા રંગુનવાલા, જીલ્લા આઇઇસી ઓફિસર વિજય પંડિત, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થીત રહ્યા હતા.
વિભાગીય નાયબ નિયામક ડો.નિલમ પટેલે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓએ નિયમિત લોહતત્વની ગોળીઓ લેવી જોઇએ. સગર્ભાવસ્થા દરમ્યાન ઓછામાં ઓછી ત્રણ વખત આરોગ્ય તપાસ કરાવવી જોઇએ. પ્રસુતિ નજીકના સરકારી દવાખાનામાં જ કરાવવી જોઇએ. છ માસ સુધી માતાએ બાળકને માત્રને માત્ર સ્તનપાન કરાવવું જોઇએ અને સુવાવડના પ્રથમ કલાકમાં જ સ્તનપાન શરૂ કરવુ જોઇએ. બાળકને સ્તનપાન કરાવવાથી બાળક અને માતા બંન્નેને ફાયદો થાય છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવે મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અને સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત યોજાયલા મહિલા શિબિરમાં જણાવ્યું હતું કે, દીકરા- દીકરી વચ્ચે ભેદભાવ ન રાખવો જોઇએ અને દીકરીઓના જન્મને ઉત્સાહથી વધાવવો જોઇએ. શિક્ષણ મેળવી દીકરીઓ બે કુળ ઉજાળે છે અને તેનાથી સમાજને પણ ફાયદો કરે છે. જો કોઇ સગર્ભાને ગર્ભપરીક્ષણ માટે દબાણ કરવામાં આવે તો કાયદાનો સહારો લેવો જોઇએ. બાળકને સતત છ માસ સુધી માત્ર ને માત્ર ધાવણ આપવું જોઇએ.
રિપોટૅર : અમિત હળવદીયા, વિરમગામ

Related posts

सौराष्ट्र और दक्षिण गुजरात में लगातार भारी बारिश जारी रही

aapnugujarat

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ : તૌસીફ ખાનને અંતે છ દિનના રિમાન્ડ

aapnugujarat

સુરતમાં ભાજપના ઉમેદવારને ખેસ ખિસ્સામાં નાખીને ભાગવું પડ્યું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1