Aapnu Gujarat
ગુજરાત

ટીમના વિદેશપ્રવાસોમાં ચેતેશ્વર પૂજારા મહત્વની ભૂમિકા ભજવે છેઃ સૌરવ ગાંગુલી

ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેએ અહીં શ્રીલંકા સામે રમાતી બીજી ટેસ્ટ મેચમાં ગઈ કાલે પહેલા દિવસે સદી ફટકારીને પહેલા દાવમાં ભારતનો સ્કોર ૩ વિકેટે ૩૪૪ રને પહોંચાડીને ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી દીધી છે.પૂજારા એની ૫૦મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે અને એણે ૧૩મી સદી ફટકારી છે તો રહાણેએ ૯મી સદી ફટકારી છે. બંને વચ્ચે ગઈ કાલે દિવસની રમતના અંત સુધીમાં ૨૧૧ રનની ભાગીદારી થઈચૂકી હતી.
પૂજારાએ અત્યાર સુધીમાં ૨૨૫ બોલનો સામનો કરીને ૧૨૮ રન ફટકાર્યા છે જેમાં ૧૦ ચોગ્ગા અને એક છગ્ગો છે. સામે છેડે ૩૯મી ટેસ્ટ મેચ રમતા રહાણેએ તેના ૧૬૮ બોલના દાવમાં ૧૨ ચોગ્ગા સાથે ૧૦૩ રન કર્યા છે.પૂજારા માટે ગઈ કાલનો દિવસ યાદગાર રહેશે. એણે શ્રીલંકા સામે સતત બીજી ટેસ્ટમાં સદી ફટકારી અને સાથોસાથ એને અર્જૂન એવોર્ડ માટે નામાંકિત પણ કરવામાં આવ્યો છે.
પહેલા દાવમાં પહેલા દિવસે પડેલી ભારતની ત્રણ વિકેટ આ છેઃ શિખર ધવન (૩૫), લોકેશ રાહુલ (૫૭) અને કેપ્ટન વિરાટ કોહલી (૧૩).
ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝની પહેલી ટેસ્ટ જીતીને ભારત શ્રીલંકા પર ૧-૦ની સરસાઈ ધરાવે છે.જો શ્રીલંકાની ટીમ કોઈ ચમત્કારિક દેખાવ નહીં કરે તો એની હાલત પહેલી ટેસ્ટ મેચની જેવી જ – પરાજયવાળી થશે.ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે પૂજારા છેલ્લા એક વર્ષથી ભારતની ટેસ્ટ ટીમનો મહત્વનો બેટ્‌સમેન બની ગયો છે. ટીમની સફળતામાં એનું યોગદાન ઘણું રહ્યું છે.ક્રિકેટ એસોસિએશન ઓફ બેંગાલના પ્રમુખ ગાંગુલીએ નોંધ લીધી છે કે ભારતીય ટીમના વિદેશ પ્રવાસોમાં પૂજારા બેટિંગમાં ખાસ ઝળકતો હોય છે. એની રન-ભૂખ ગજબની છે. એને આટલા બધા રન કરતો જોવામાં આનંદ થાય છે. મારી શુભેચ્છા છે કે પૂજારા આવનારા સમયમાં પણ ઘણા બધાં રન કરે અને રન કરવાની ગતિ જાળવી રાખે.

Related posts

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી

aapnugujarat

બોટાદમાં પુત્ર એ પિતાની હત્યા કરતાં ચકચાર

aapnugujarat

શ્રીવાસ્તવ સામે આચારસંહિતા ભંગનો ગુનો તપાસમાં સ્પષ્ટ થયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1