Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ૨૦૦ આતંકી સક્રિય

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા બાદ પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈએસ એક વાર ફરી સક્રિય છે. ખાસ વાત એ છે કે પાકિસ્તાની આતંકવાદીઓની નજર હવે કાશ્મીર પર છે. જેને લઈને ભારતીય ખાનગી એજન્સીએ એલર્ટ પણ જારી કર્યુ છે. જમ્મુ કાશ્મીરમાં અત્યારે લગભગ ૨૦૦ આતંકી સક્રિય છે. જેમાં વિદેશી આતંકી પણ સામેલ છે. તેઓ આતંકી હુમલા માટે આઈએસઆઈના ઈશારાની રાહ જાેઈ રહ્યા છે. આ એલર્ટ બાદ સરહદના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ અનુસાર અફઘાનિસ્તાન બાદ પાકિસ્તાન જમ્મુ કાશ્મીર પર નજર રાખી શકે છે. જે માટે આક્રમક રણનીતિ પર પણ કામ કરી શકે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જા પહેલા જ આઈએસઆઈ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ બદ્ર જેવા આતંકી સંગઠનોના આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાના પ્રયાસ કરી ચૂક્યા છે. છેલ્લા બે મહિનામાં આ પ્રકારની ગતિવિધિઓ સક્રિય હોવાના સતત સંકેત મળ્યા છે. જાેકે ભારતીય સેનાએ દરેક મોર્ચે જડબાતોડ જવાબ આપ્યો છે પરંતુ સતર્કતા જાળવી રાખવાની જરૂર છે. આઈએસઆઈના આ નાપાક મનસૂબાને નાકામ કરવા માટે ભારતીય સુરક્ષા દળોએ સુરક્ષા વ્યવસ્થાને વધારી દીધી છે. પાકિસ્તાનથી લાગેલી સરહદ પર સર્વિલાંસ અને જવાનોની સંખ્યા સતત વધારાઈ રહી છે. જમ્મુ કાશ્મીરમાં ગામમાં ઘૂસણખોરી કરનારા વિદેશી આતંકવાદીઓને પનાહ આપવામાં આવે નહીં, આ માટે જમ્મુ કાશ્મીર પોલીસ સતત તેમના પનાહગારોની ઓળખમાં લાગેલી છે. જાેકે ખીણમાં કેટલાક લોકો એવા છે જે વિદેશી આતંકવાદીઓને ના માત્ર પનાહ આપે છે પરંતુ તેમના મનસૂબાને સફળ બનાવવામાં પણ સ્થાનિક સ્તરે તેમની મદદ કરે છે. એવામાં સેનાના જવાન એવા લોકોની ઓળખમાં લાગેલા છે. જેથી આ નેટવર્કને ખતમ કરવામાં આવી શકે. મીડિયા રિપોર્ટસ અનુસાર આ વર્ષે જાન્યુઆરીથી લઈને અત્યાર સુધી આતંકવાદીઓને પનાહ આપનારા લગભગ ૫૦૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખાનગી એજન્સીના કેટલાક વરિષ્ઠ અધિકારીઓનુ કહેવુ છે કે ભારતીય એજન્સીઓ ઘૂસણખોરી અને પાકિસ્તાન તેમજ પીઓકેમાં આતંકી લોન્ચપેડની ઘટનાઓને અફઘાનિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ સાથે જાેડીને જાેઈ રહ્યા નથી પરંતુ આને આઈએસઆઈના ગેમ પ્લાન તરીકે જાેઈ રહ્યા છે.

Related posts

मध्य प्रदेश में बीजेपी के २ विधायकों की बगावत

aapnugujarat

બંગાળમાં ઝંઝાવતી પ્રચાર કરવા મોદી સજ્જ

aapnugujarat

કારનું ટાયર ફાટવું એક્ટ ઓફ ગોડ નથી : BOMBAY HIGH COURT

aapnugujarat

Leave a Comment

UA-96247877-1