Aapnu Gujarat
ગુજરાત

અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સરકારી છાત્રાલયમાં ઓનલાઈન અરજીથી પ્રવેશ મળશે

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર અનુસુચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા હસ્તકના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સરકારી કુમાર/કન્યા છાત્રાલયમાં ચાલું શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ માટે https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર તા.૩૧/૮/૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે

        આ છાત્રાલયમાં ધોરણ-૧૧-૧૨, આઇ.ટી.આઇ., સ્નાતક, અનુસ્નાતક, મેડીકલ તથા એન્જીનીયરીંગના વિદ્યાર્થીને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. છાત્રાલયમાં રહેવા, જમવા તથા બેડીંગની સુવિધા વિનામુલ્યે આપવામાં આવશે. સરકારી કુમાર છાત્રાલય, લીંબડી ખાતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા સા.શૈ.પ.વ. ( બક્ષીપંચ )ના વિદ્યાર્થીને પણ પ્રવેશ આપવામાં આવશે.

     વિગતવાર માહિતી તથા છાત્રાલયોના નામ સરનામાં તેમજ નિયમોની અન્ય વધુ વિગત પોર્ટલ પરથી જાણી શકાશે. પ્રવેશ મળ્યેથી છાત્રાલય ખાતે કોવિડ -૧૯ ની એસ.ઓ.પી.નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સરકારશ્રીની કોવિડ -૧૯ ની સુચનાઓ ધ્યાને લઇ છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવશે તેમ વધુમાં જણાવાયું છે.

Related posts

સુરેન્દ્રનગરના લખતર ખાતે પાઇપ લાઇન યોજનાનું ખાતમુહૂર્ત

editor

મહુવાથી ૧૦ લાખની લુંટ કરનારા લુટેરા ઝડપાયા

editor

અપહરણ કરાયેલ બાળકને હેમખેમ છોડાવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1