Aapnu Gujarat
બિઝનેસ

HDFCના નવા ક્રેડિટ કાર્ડ પરનો પ્રતિબંધ ઉઠાવાયો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ખાનગી સેક્ટરની એચડીએફસી બેંકને મોટી રાહત આપી છે. બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે છેલ્લા ૮ મહિનાથી લગાવાયેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે. બેંક રેગ્યુલેટરે ગત વર્ષે ૩ ડિસેમ્બરે એક અભૂતપૂર્વ પગલું ઉઠાવતા એચડીએફસી બેંક પર નવા ક્રેડિટ કાર્ડ આપવા સામે પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ બેંકને કોઈપણ નવી ડિજિટલ પ્રોડક્ટ લોન્ચ કરવાની મનાઈ ફરમાવી હતી.
એચડીએફસી બેંકના પ્રવક્તાએ બેંક પરથી હટેલા પ્રતિબંધની પુષ્ટિ કરી છે. છેલ્લા બે વર્ષમાં બેંકના પ્લેટફોર્મ પર ડિજિટલ બેંકિંગ, કાર્ડસ અને પેમેન્ટ્‌સ સાથે સંલગ્ન ઘણી સમસ્યા સામે આવી હતી. તેને પગલે આરબીઆઈએ આ પગલું ઉઠાવ્યું હતું. એચડીએફસી બેંક દેશમાં ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરનારી સૌથી મોટી બેંક છે. નવા કાર્ડ આપવા સામેના પ્રતિબંધના કારણે છેલ્લા કેટલાક મહિનામાં તેની બજાર ભાગીદારી ઓછી થઈ છે. ડિસેમ્બરમાં તેનો કુલ કાર્ડ બેઝ ૧૫.૩૮ મિલિયન હતો, જે જૂનમાં ઘટીને ૧.૮૨ મિલિયન થઈ ગયો.
જાેકે, જૂનના અંતમાં બેંકના સીનિયર મેનેજમેન્ટે મીડિયા સાથે વાતચીતમાં આશા વ્યક્ત કરી હતી કે, પ્રતિબંધ હટ્યા પછી બેંક આ નુકસાનની ભરપાઈ કરી લેશે. એચડીએફસી બેંકના ગ્રુપ હેડ (પેમેન્ટ્‌સ, કન્ઝુમર ફાઈનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઈટી) પરાગ રાવે કહ્યું કે, પ્રતિબંધ હટ્યા પછી બેંક માર્કેટમાં જાેરદાર કમબેક કરવા માટે તૈયાર છે. રાવે કહ્યું કે, ભવિષ્યમાં પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની સમસ્યાથી બચવા માટે બેંકે આરબીઆઈને લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્લાન સોંપ્યા છે.

Related posts

एयर इंडिया इकॉनमी क्लास के यात्रियों को नहीं मिलेगा नॉनवेज

aapnugujarat

રાફેલ મુદ્દે કોંગ્રેસના આરોપો પાયાવિહોણા : અનિલ અંબાણી

aapnugujarat

હવે વોટ્‌સએપ દ્વારા મોકલી શકાશે પૈસા, મની ટ્રાન્સફર થશે સરળ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1