Aapnu Gujarat
રમતગમત

મોદીએ શાળાઓની મુલાકાત લેવા ખેલાડીઓ પાસે વચન માંગ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન ઓલિમ્પિકમાં ભારત તરફથી રમનારા ખેલાડીઓને આમંત્રણ આપ્યું હતું. આ પછી બીજી દિવસે મોદી દરેક ખેલાડીને મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે ખેલાડીઓના મંતવ્યો જાણ્યા હતા તો તેમની સાથે હસીમજાકની પળો પણ પસાર કરી હતી. મોદીએ આ દરમિયાન પીવી સિંધૂ સાથે આઈસ્ક્રીમ ખાવાનું જે વચન આપ્યું હતું તે પણ પૂરું કર્યું હતું. વડાપ્રધાને નીરજ ચોપરા સાથે પણ વાત કરી હતી અને તેમની રમત તથા જીત અને હારને પચાવવાની તાકાતના વખાણ કર્યા હતા.
ટોકિયો ઓલિમ્પિકમાં ભારતનું પ્રભૂત્વ કરનારા ખેલાડીઓને મળ્યા પછી વડાપ્રધાન મોદી ખેલાડીઓથી છૂટા પડતા પહેલા તેમની પાસેથી એક વચન માગ્યું હતું. મજાકના મૂડમાં વડાપ્રધાન શરુઆત કરીને ખેલાડીઓને કહ્યું કે, હું તમને કશું આપવા નથી માગતો પરંતુ તમારી પાસેથી માગું છું, શું તમે મને આપશો? આ પછી ફરી એકવાર ખેલાડીઓને મોદી કહે છે કે હું તમારી પાસે રમત-ગમતનું નહીં તેના સિવાયનું કંઈક માગું છું, આ દરમિયાન ખેલાડી એકદમ ચૂપ થઈ જતા મોદીએ રમૂજ કરતા કહ્યું કે, જુઓ ડરી ગયા..!
વડાપ્રધાને આગળ ખેલાડીઓ સાથે વાત કરીને જણાવ્યું કે, તમે જાેયું હશે કે દેશ તમને કેટલો પ્રેમ કરે છે, આનાથી દેશને ઘણો લાભ થઈ શકે છે. તમે જે બાબતમાં મહારત ધરાવો છો તે જ વસ્તુ તમારે કરવાની છે.. ૧૫ ઓગસ્ટ ૨૦૨૩ તમારી પાસે બે વર્ષનો સમય છે. શું આ બે વર્ષમાં એક-એક ખેલાડી, તમને જ્યાં પસંદ હોય ત્યાં.. ૭૫ સ્કૂલોમાં તમે વિઝિટ કરી શકો છો. સ્કૂલવાળા બોલાવે તો સારી વાત છે, નહીં તો તમે સ્કૂલ પસંદ કરી શકો છો. આ પછી આગળ ખેલાડીઓને સ્કૂલમાં મોકલવા પાછળનું કારણ જાણીને ખેલાડીઓને પણ ગર્વ થયો હતો. આગળ મોદીએ કહ્યું કે, આપણે કૂપોષણના વિષયમાં.. હજુ પણ આપણે માથું ઊંચી કરી શકીએ એવી સ્થિતિ નથી. આપણા દેશમાં ખાવાની વ્યવસ્થાની અછત હોય તેવું નથી.. પરંતુ ક્યારે ખાવું, કેટલું ખાવું, શું ખાવું, પાણી શુદ્ધ હોવું જાેઈએ આ વિષયમાં માહિતી જરુરી છે. એક ખેલાડી બાળકોને મળીને તેમને પોષણ વિશે સમજાવે તો ઘણો ફરક પડી શકે છે.
તેમણે કહ્યું કે, જ્યારે એક ખેલાડી બાળકોને સમજાવશે તો એમને લાગશે કે હા.. આ એક ખેલાડી વાત કરી રહ્યો છે, તેઓ અહીં સુધી પહોંચ્યા તો તેમણે ખાવાના નિયમોનું ઘણું પાલન કર્યું હશે. તમે સ્કૂલના બાળકોને મળો, કૉલેજના બાળકોને મળો કે પ્રાઈમરીના વિદ્યાર્થીઓને મળો તો તેમની સાથે શું વાત કરશો અને તેમને શું કહેશો તે અંગે એક લેકચર તૈયાર કરવાની જરુર છે, આ અંગે હું ડિપાર્ટમેન્ટને કહી કે તમને મદદ કરશે. જેથી તમે લેક્ચર તૈયાર કરી શકો છો.
આ સિવાય વડાપ્રધાન મોદીએ બાળકોને સ્કૂલમાં મળો ત્યારે તેમની સાથે અડધો કલાક કોઈ રમત રમશો તો બાળકો આ જીવન યાદ રાખશે કે તેઓ ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે રમ્યા હતા અને તેમને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે.

Related posts

दूसरा टेस्ट : प्लेइंग इलेवन में 3 बड़े बदलाव कर सकते हैं कप्तान विराट

aapnugujarat

વર્લ્ડકપમાં ધોનીને કેપ્ટન બનાવવા અજય જાડેજાની ઇચ્છા

aapnugujarat

आईपीएल दुनिया का सर्वश्रेष्ठ टूर्नामेंट : गांगुली

editor

Leave a Comment

UA-96247877-1