Aapnu Gujarat
ગુજરાત

મહિસાગરના ખેડૂત સાથે છ લાખની છેતરપીંડી કરનારી ઠગ ટોળકી ઝડપાઈ

વિજયસિંહ સોલંકી, મહીસાગર

મહિસાગર જીલ્લાના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરીને વધારે ભાડુ આપવાની લાલચ આપીને પ્રોસેસ ફીના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા ઇસમોને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દિલ્લી ખાતેથી ઝડપી પાડ્યા છે.પોલીસે આરોપીઓને ગોધરા ખાતે લાવીને જરૂરી કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનૂસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલૂ છુ તેમ કહીને અજાણ્યા ઇસમે ફોન કરીને વોટસએપ ઉપર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવીને ખેતરમા જીઓ ટાવર ઉભો કરીને વધૂ ભાડાની લાલચ આપી હતી.અને પ્રોસેસિંગ ફીના નામે ઓનલાઇન ટ્રાન્સફર તેમજ અન્ય બેંક ખાતાઓમાં ૬,૪૫,૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી હાથ ધરી હતી.આ મામલે સાયબર પોલીસ મથક ગોધરા ખાતે ફરિયાદ નોંધાઈ હતી.જેના આધારે પીઆઈ જે.એન.પરમાર તેમજ તેમની ટીમ દ્વારા મોબાઇલ નંબરો તેમજ બેંક ખાતાની ડીટેલ હાથ ધરવામા આવી હતી.જેની ઝીણવટ પૂર્વક તપાસમાં આરોપીઓ દિલ્લીમા રહેતા હોવાની વિગતો બહાર આવી હતી.સાયબર ક્રાઇમ પોલીસની ટીમ દિલ્લી ખાતે જઇને ગુનામા સંડોવાયેલા આરોપીઓ (૧) વિક્રમસિંહ યાદવ (૨) સચિન શર્મા,(૩)શાહિલ વિરેન્દર(૪) નીતેશ બલજીત (૫) રાહૂલ બલજીતને દિલ્લીથી ઝડપી પાડ્યા હતા.જેમની પાસેથી ૬નંગ મોબાઈલ સહિતનો૧૯૦૦૦ રૂપીયાનો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આરોપીઓએ આવા ગુના પહેલા કર્યા છે ? અન્ય કોણ કોણ સંડોવાયેલા છે.?તે બાબતે તપાસનો દોર શરૂ કરવામા આવ્યો છે.અન્ય આરોપીઓ નિશા બલરામ,રાકેશ મહેલોરિયા,ગૌરવ મહેરોલિયા અને તેની પત્નીને વોન્ટેડ જાહેર કરવામા આવ્યા છે.આ તપાસમા દામાવાવ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે.હાલ આ મામલે હતો.આરોપીઓને દિલ્લીથી ગોધરા ખાતે લાવીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને જરૂરી તપાસ હાથ ધરી છે.સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જે.એન.પરમાર.તેમજ ડી.જે.પટેલ પીએસઆઈ અન્ય કર્મચારીઓ મહેન્દ્રભાઈ માછી,રાહૂલભાઈ,અનિલભાઈ,ભરતકુમાર,લીનાબેન સહિતની ટીમે પ્રશંશનીય કામગીરી બજાવી હતી.

Related posts

ઉત્તરાયણમાં ૪ હજારથી વધારે પક્ષી ઇજાગ્રસ્ત

aapnugujarat

गोधराकांडः ११ को फांसी की सजा कोर्ट ने उम्रकैद में बदली

aapnugujarat

નર્મદા જિલ્લામાં પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવ લોકોત્સવમાં ફેરવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1