Aapnu Gujarat
ગુજરાત

હિમાચલના કીન્નોરમાં સર્જાઈ મોટી દુર્ઘટના

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં બુધવારે બપોરે મોટી ઘટના ઘટી છે. અહીં પર લેન્ડસ્લાઈડ થવાના કારણે યાત્રીઓથી ભરેલી બસ કાટમાળમાં દબાઈ ગઈ છે. બસ સિવાય અન્ય બે કારો પણ કાટમાળમાં દબાઈ ગઈ છે. આ ઘટના કિન્નોર જિલ્લાના ચોરામાં હાજર નેશનલ હાઈવે પર થયો છે, જ્યાં પહાડ ધસી પડ્યો હતો. જાણકારી પ્રમાણે, આશરે 40 થી વધુ લોકોના કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા છે.પ્રશાસન દ્વારા હવે ભારતીય સેના અને એનડીઆરએફની મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે, જે બસ ફસાયેલી છે તે હિમાલયન રોડવેઝની છે, જેમાં 40થી વધુ યાત્રીઓ હતા. આ બસ કિન્નોરથી શમિલા જઈ રહી હતી. હજુ પણ કેટલાંક પથ્થરો પહાડ પરથી પડી રહ્યા છે. જે બસ કાટમાળની અંદર છે તેના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ઈજા પહોંચી છે. તેમની સાતે ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.ઘટના સ્થળેથી જે ફોટા સામે આવી રહ્યા છે, તે ઘણા ખતરનાક છે. જાણકારી પ્રમાણે, પહાડનો કેટલોક ભાગ તૂટીને પડ્યો હતો જેના પછી ત્યાંથી પસાર થતા વાહને તેની ચપેટમાં આવી ગયા હતા. એક યાત્રી બસ અને અન્ય કેટલાંક પર્સનલ વાહનો તેની ચપેટમાં આવી ગયા છે. ઘટનાસ્થળેથી જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં જોઈ શકાય છે કે આ રસ્તો એકદમ પહાડના કિનારે છે. પહાડથી પડી રહેલો કાટમાળ રસ્તાથી થઈને સીધો નીચે ખાઈમાં જઈ રહ્યો છે.મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટના અંગે સ્ટેટમેન્ટ આપ્યું છે. મુખ્યમંત્રીનું કહેવું છે કે રેસ્ક્યુઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને સ્થાનિક અધિકારીઓને બને તેટલું જલદીથી બચાવ કાર્ય શરૂ કરી દેવા માટે કહેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં છેલ્લા કેટલાંક દિવસોમાં ઘણી વખત લેન્ડ સ્લાઈડ થવાની ઘટનાઓ જોવા મળી છે. સતત થઈ રહેલા વરસાદના કારણે પહાડોનો અમુક ભાગ ધસી રહ્યો છે. જેના કારણે આવી ઘટનાઓ ઘટી રહેલી જોવા મળે છે.

Related posts

છબીલ પટેલ તારાં પાપ બહાર આવશે : પીડિતા

aapnugujarat

ભરૂચ કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે જિલ્લા ક્‍ક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

aapnugujarat

‘નમો અગેઈન’નો ’પતંગ’ ચગાવવાની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1