Aapnu Gujarat
ગુજરાત

“હિરોઝ ફોર હ્યુમીનીટી” નામે એક અનોખી પહેલ

ઉમેશ ગોરાહવા, બોટાદ

   કોરોના કોવીદ-૧૯ ની મહામારીમાં પોલીસ જવાનોએ ફ્રન્ટલાઈન વોરીયર્સ તરીકેની ફરજો અદા કરી છે. પોલીસ દ્વારા પોતાની ફરજ ઉપરાંત જરૂરીયાતમંદો સાથે માનવીય અભિગમ દાખવી જરૂરી તમામ સહકાર અને સેવા પુરી પાડેલ છે. પોલીસ વિભાગની સેવાને બિરદાવતા કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ નાએા દ્વારા 'હિરોઝ ફોર હ્યુમીનીટી' ના શિર્ષક હેઠળ એક અનોખી પહેલ શરૂ કરવામાં આવેલ.

    આ પહેલ અનુસંધાને વધુ પ્રકાશ પાડતા કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર  હરપાલભાઈ વાલા દ્વારા જણાવવામાં આવેલ કે "કોવીદ-૧૯ મહામારીના પડકારજનક સમયમાં પોલીસદળે દરેક નાગરિકની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ફરજ બજાવી છે. તેએા સતત કામ કરે છે અને દિવસના ચોવીસે કલાક ફરજ પર હોય છે. તેમનો જમવાનો સમય નક્કિ નથી હોતો જેના લીધે તેમનામાં પોષણની ઉણપ સર્જવાની શક્યતા રહેલી છે – જેથી કોરોના કોવીદ-૧૯ની મહામારી સમયે તેએાની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે તે જરૂરી છે.

    આથી કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડ નાએા દ્વાર 'હિરોઝ ફોર હ્યુમીનીટી' ના શિર્ષક હેઠળ શરૂ કરવામાં આવેલ અનોખી પહેલમાં સમગ્ર ગુજરાતના કુલ-૯૨૦૦૦ પોલીસ જવાનોને રૂ.૪ કરોડના ખર્ચે એક મહિનાનો સીઆઈએમએસ દ્વારા 'ન્યૂટ્રાસ્યુટિકલ્સમાં સૈાથી વિશ્વસનીયર બ્રાન્ડ' તરીકેનો એવોર્ડ મેળવી ચુકેલ મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટ આપવાનું આયોજન કરવામાં આવેલ.
    આ આયોજન હેઠળ આજ રોજ તા.૧૧/૦૮/૨૦૨૧ ના રોજ  કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર  હરપાલભાઈ વાલા નાએા દ્વારા બોટાદ જિલ્લા પોલીસના જવાનો માટેનો એક મહિનાનો જથ્થો પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા નાએાને સુપ્રત કરવામાં આવેલ.

    પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા નાએા દ્વારા આ જથ્થાનો હર્ષ ભેર સ્વિકાર કરવામાં આવેલ અને બોટાદ જિલ્લા પોલીસના જવાનોના આરોગ્યનું ઘ્યાન રાખતા જિલ્લા પોલીસ જવાનો માંટે એક મહિનો ચાલે તેટલો મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટ નો જથ્થો આપવા બદલ કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર હરપાલભાઈ વાલા નાએાનો બોટાદ જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરવામાં આવેલ.
    આ પ્રસંગે કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર  હરપાલભાઈ વાલા નાએા દ્વારા "આ મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટમાં ૨૨ જરૂરી પોષક તત્વોનું મિશ્રણ છે જેને સમતોલ આહાર સાથે લેવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિ જાળવવામાં મદદ મળી રહે" તેમ જણાવવામાં આવેલ.

    અંતમાં પોલીસ અધિક્ષક  હર્ષદ મહેતા નાએા દ્વારા કેપલર હેલ્થકેર પ્રાઈવેટ લિમીટેડના ડિરેક્ટર શ્રી હરપાલભાઈ વાલા નાએાનો તેએાએ આરંભેલ પહેલામાં અનુસંધાને શુભેચ્છાએા આપતા બોટાદ જિલ્લા પોલીસના જવાનો માટે મલ્ટીવિટામીન મોકટેલ ટેબલેટ આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવેલ.

Related posts

રૂપાણીની ખુરશી મેં બચાવી : હાર્દિક

aapnugujarat

મેવાણીએ કોર્ટમાં હાજર થઇને વોરંટ રદ કરાવ્યું : માફી માંગી

aapnugujarat

બંગાળમાં અમિત શાહનાં રોડ શોમાં કરાયેલી હિંસાના વિરોધમાં અમદાવાદ ખાતે ભાજપનાં ધરણા યોજાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1