Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ ખેચાતા ખેડૂતોની વધી મુશ્કેલી

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

રાજ્યમા ચોમાસાની સિઝન શરુ થયા બાદ પણ હજુ કેટલાક વિસ્તારોમા વરસાદ ખેંચાતા ખેડુતો ચિંતીત બન્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં પણ મેઘરાજાના મંડાણ હજુસુધી થયા નથી જેને લીધે ખેડુતોના વાવેતરનો ખચઁ માથે પડે તેમ છે. તેવામાં ધ્રાંગધ્રા પંથકમાં કેટલાક ખેડુતો પોતાના ખેતરમા બિયારણ, ખાતર તથા ટ્રેક્ટર હાંકીને એકર દીઠ અંદાજે 10 હજારનો ખચઁ કરેલ છે અને બાથમાં વરસાદની રાહ જોઇને બેઠા હોવા છતા પણ વરસાદ ખેંચાતા હવે ખેડૂતોની આ તમામ ખચઁ માથે પડે તેવી શક્યતા છે. ધ્રાંગધ્રા પંથકમાં વરસાદ ખેચાવામા લીધે લગભગ 70 ટકા ખેડુતોના પાક નિષ્ફળ જશે તેમ ખેડુતો દ્વારા જણાવાયુ છે ત્યારે હાલ ભર ચોમાસે ઉનાળા જેવી ગરમી અને તાપમાનના લીધે ખેડુતોના પાકને પુરતુ પાણી નહિ મળતા ચોમાસુ પાક તદન ફેલ થશે તેવુ કહી શકાય જ્યારે ખેડુતો દ્વારા પોતાના પાક અને વાવેતર ફેઇલ થવાના લીધે સરકાર પાસે સુરેન્દ્રનગર જીલ્લાના દુષ્કાળગ્રસ્તમા આવરી લઇ સરચારી વળતરની માંગ કરી છે

Related posts

इटली भाग जाते हैं तब राहुल को गुजरात की याद नहीं आती : योगी

aapnugujarat

બિટકોઇન : નલિન કોટડિયા નેપાળ પલાયન થયાની શંકા

aapnugujarat

કોટડા(ફો)ગામે સામુહિક દુષ્કર્મ કેસમાં ત્રણ શખ્સોને ૧૦ વર્ષની સખ્ત કેદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1