Aapnu Gujarat
ગુજરાત

‘નમો અગેઈન’નો ’પતંગ’ ચગાવવાની તૈયારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ મોબાઇલ એપ્લિકેશન પરથી લગભગ ત્રણ મહિનામાં ‘નમો અગેન’ના સૂત્ર સાથેની પ્રોડક્ટ્‌સનું વેચાણ ૫ કરોડ થઈ ગયું છે. મોદીને બીજી વખત વડાપ્રધાન બનાવવાના બ્રાન્ડિંગના ભાગરૂપે આવી પ્રોડક્ટ્‌સના ૧૫.૭૫ લાખ યુનિટ્‌સ વેચાઈ ગયા છે.ભાજપના અંદાજ મુજબ લોકસભા ચૂંટણી નજીક આવશે તેમ ‘નમો અગેન’ સૂત્ર સાથેની પ્રોડક્ટ્‌સનું વેચાણ વેગ પકડશે. ખાસ કરીને ભાજપની પ્રાદેશિક ઓફિસો અને દેશભરના કાર્યકરો તરફથી આવી પ્રોડક્ટ્‌સની ભારે માંગ છે. ગયા મહિને સત્તાવાર નમો મર્ચેન્ડાઇઝ અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ, પેટીએમ અને એમેઝોન પર પણ ઉપલબ્ધ બનાવાયા હતા. સૌથી વધુ વેચાણ ટી-શટ્‌ર્સનું થયું છે અને નમો મર્ચેન્ડાઇઝના કુલ વેચાણમાં તેનો હિસ્સો લગભગ ૫૦ ટકા છે.
ઉલ્લેખનીય છે કે, ભાજપના સંસદસભ્યોએ ‘હૂડી ચેલેન્જ’ શરૂ કરી છે. જેના ભાગરૂપે તેઓ એકબીજાને તેમજ યોગી આદિત્યનાથ અને વિજય રૂપાણી જેવા ભાજપના મુખ્યમંત્રીઓને ‘નમો અગેન’ મર્ચેન્ડાઇઝ ખરીદીને પહેરવાનું જણાવી રહ્યા છે. ભાજપના હિમાચલપ્રદેશના સંસદસભ્ય અનુરાગ ઠાકુર અને સામાજિક ન્યાય મંત્રી ટી સી ગેહલોતે નમો એપ પરથી ૪૯૯માં ખરીદેલી નવી લોન્ચ કરાયેલી હૂડી સાથેના ફોટો ટિ્‌વટર પર મૂક્યા છે.
ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં નમો ટી-શટ્‌ર્સ અને હૂડીનું વેચાણ ૨.૬૪ કરોડે પહોંચ્યું છે. ટોપીઓનું વેચાણ ૫૬ લાખ, કી-ચેઇનનું વેચાણ ૪૩ લાખ, કોફી મગનું ૩૭ લાખ, નોટબુકનું ૩૨ લાખ અને પેનનું વેચાણ ૩૮ લાખ થયું છે. નમો મર્ચેન્ડાઇઝનું વેચાણ નમો એપ, પેટીએમ અને એમેઝોન જેવા ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને ભાજપની પ્રાદેશિક ઓફિસોના બલ્ક ઓર્ડર દ્વારા થઈ રહ્યું છે. પક્ષના સૂત્રએ જણાવ્યું હતું કે, ૫૦૦-૧૦૦ ટી-શટ્‌ર્સના બલ્ક ઓર્ડર માટે ડિસ્કાઉન્ટેડ રેટ ઓફર કરવામાં આવી રહ્યો છે.બે રાજ્યના ભાજપ અધ્યક્ષોએ કાર્યકરોમાં નમો મર્ચેન્ડાઇઝની ભારે માંગ હોવાથી રાજ્યના એકમ દ્વારા બલ્ક ઓર્ડરની વિચારણા થઈ રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી નજીક છે ત્યારે ભાજપની ઓફિસમાં દરેક વ્યક્તિ આવા મર્ચેન્ડાઇઝ ખરીદીને પહેરે એવું અમે ઇચ્છીએ છીએ. ભાજપ પ્રાદેશિક અને સ્થાનિક ઇવેન્ટ્‌સમાં પણ આ મર્ચેન્ડાઇઝનું વેચાણ કરે તેવી શક્યતા છે.વડાપ્રધાન મોદીની સત્તાવાર એપ ૫૦ લાખ ડાઉનલોડ સાથે ઘણી પ્રચલિત છે. મોદીની એપ પર જે ઓનલાઇન પ્લેટફોર્મ મર્ચેન્ડાઇઝનું વેચાણ કરે છે તે ‘ફ્લાયકાર્ટ’ તરીકે ઓળખાય છે. તેની પાસે ભાજપની માલિકીના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્‌સનો ઉપયોગ કરી આ પ્રોડક્ટ્‌સના ઉત્પાદન માટેનું લાઇસન્સ છે.

Related posts

હેલમેટ ન પહેર્યું તો ૧૦૦નો દંડ : પોલીસે ઝુંબેશ શરૂ કરી

aapnugujarat

મોદી, અડવાણી અને ભાગવત હિન્દુઓના ગદ્દાર : ડૉ.પ્રવીણ તોગડિયા

aapnugujarat

નડિયાદમાં પોલીસે ગ્રાહક બની બાળક વેપારના નેટવર્કનો પર્દાફાશ કર્યો

editor

Leave a Comment

UA-96247877-1