Aapnu Gujarat
બ્લોગ

કુંભના ‘અમૃત’નું સત્ય શોધશે વૈજ્ઞાનિકો

કુંભના આયોજનને સમુદ્ર મંથન અને તેનાથી નિકળેલા અમૃત કલશ સાથે જોડીને જોવામાં આવે છે.માન્યતા છે કે કુંભ દરમિયાન જળ અમૃત જેવું થઈ જાય છે અને તેનાથી સ્નાન કરનારાઓને ઘણા ફાયદા થાય છે. ધાર્મિક લોકો વચ્ચે એવું પણ માનવામાં આવે છે કે કુંભ દરમિયાન નદીઓની જળ સપાટી વધી જાય છે. આની પાછળ માન્યતા છે કે દેવી-દેવતાઓ, પિતૃઓના જળમાં પ્રવેશ કરવાથી આવું થાય છે.કુંભ સ્નાનના આ ‘અમૃત’નું સત્ય આ વખતે પ્રયાગરાજમાં વૈજ્ઞાનિકો શોધશે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયના સહકારથી વૈજ્ઞાનિકોની ટીમ કુંભના પહેલા અને પછી ચુનંદા કલ્પવાસીઓના આરોગ્ય તથા રોગ પ્રતિરોધક ક્ષમતામાં આવેલા ફેરફારોનો અભ્યાસ કરશે. આ દરમિયાન સંગમના જળની જુદી-જુદી સમયાવધિમાં તપાસ કરવામાં આવશે.વારાણસીના પ્રોફેસર એસએન ત્રિપાઠી મેમોરિયલ ફાઉંડેશનના સચિવ તથા વૈજ્ઞાનિક ડૉ. વાચસ્પતિ ત્રિપાઠીએ તેનો પ્રસ્તાવ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રાલયને આપ્યો હતો. તેને લઈને ગત ૨૧ ડિસેમ્બરે દિલ્હીમાં એક બ્રેન સ્ટૉર્મિંગ સેશન પણ યોજાયું હતું. તેમાં બીએચયૂ, એનબીઆરઆઈ, ડીએસટી, પર્યાવરણ મંત્રાલયથી જોડાયેલા અનેક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. ચર્ચા બાદ આ પ્રોજેક્ટને આગળ વધારવા પર સંમતિ સધાઈ છે.
વાચસ્પતિ ત્રિપાઠીએ જણાવ્યું કે પ્રયાગરાજમાં કુંભ દરમિયાન રેંડમ આધાર પર ૧૦૮૦ કલ્પવાસીઓના રક્તના નમૂના લેવામાં આવશે. તેનાથી તેમના શુગર, ઇમ્યુનિટી લેવલ, હિમોગ્લોબિન, થાઇરૉઇડ, વિટામિન, બ્લડ પ્રેશર, ટાઇફૉઇડ સહિત અન્ય પરીક્ષણો કરાશે. આ તપાસ કુંભના પહેલા, કુંભ દરમિયાન અને અંતિમ સ્નાન બાદ કરાશે. તેના આધારે કલ્પવાસીઓની રોગ પ્રતિકારક ક્ષમતા તથા અન્ય ફેરફારોનું આકલન કરાશે. આ સાથે જ લગભગ ૭૦૦થી વધુ સ્થાનો પરથી સંગમના જળના પણ નમૂના લેવામાં આવશે. તેમાં પણ થનાર ફેરફારોનું આકલન કરવામાં આવશે.આસ્થાના પક્ષના વૈજ્ઞાનિક પાસાને ઓળખવાની પહેલ ૨૦૧૩માં પણ કરવામાં આવી હતી. આ રિસર્ચમાં એનબીઆરઆઈ લખનઉ, ઇંસ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાઇંસિસ બીએચયૂ. એમએનઆઈટી અલ્હાબાદ, સામાજિક વાનિકી સંસ્થાન અલ્હાબાદ તથા પ્રોફેસર એસએન ત્રિપાઠી મેમોરિયલ સામેલ હતાં.
કુંભના પહેલા અને અંતિમ સ્નાન બાદ ૭૦૦થી વધુ કલ્પવાસીઓના બ્લડ સૅમ્પલ લેવામાં આવ્યા હતાં. તેનાથી કિડની ફંક્શન ટેસ્ટ, લિવર ફંક્શન ટેસ્ટ, સીબીસી અને ટાઇફૉઇડની તપાસ કરવામાં આવી હતી. રિઝલ્ટમાં બ્લડમાં ઇમ્યુનોગ્લો્યુલિનના વધવાનો ટ્રેન્ડ દેખાયો હતો. કોઈ પણ કલ્પવાસીને કોઈ પણ ચેપ નહોતો થયો. બીજી બાજુ જળના નમૂનાના પણ ફીજિયો કેમિકલ્સ ટેસ્ટ કરાયા હતાં કે જેમાં ઘણા પ્રકારના બૅક્ટીરિયાફૉસ્ફેટ જોવા મળ્યા હતાં કે જે ચેપના કારકોને ખતમ કરી દે છે.આ વખતે આ રિસર્ચને વધુ સંગઠિત અને વ્યાપક રીતે કરવામાં આવશે કે જેનાથી તેની પ્રામાણિકતાને માન્યતા આપી શકાય.

Related posts

ઇંગ્લેન્ડમાં કોહલીનાં નરબંકાઓની અગ્નિપરિક્ષા

aapnugujarat

લોકજીવનનું રંગોત્સવ પર્વ : હોળી-ધુળેટી

aapnugujarat

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન સાથે આવી છે અસ્થિરતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1