Aapnu Gujarat
મનોરંજન

‘કાસ્ટિંગ કાઉચ’નો ઘણી વખત સામનો કર્યો : મિનિષા લાંબા

બોલિવૂડ એક્ટ્રેસ મિનિષા લાંબાએ જણાવ્યું, તેણે ઈન્ડસ્ટ્રીમાં ‘કાસ્ટિંગ કાઉચ’નો ઘણી વખત સામનો કર્યો છે. આ વાત મિનિષાએ તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં કહી છે. તેણે જણાવ્યું, જ્યારે પણ તેની સાથે આવું કંઇક થતું તો તે કેવી રીતે પરિસ્થિતિને હેન્ડલ કરતી હતી. મિનિષા લાંબાએ કહ્યું, ઘણી વખત તેને કોઈ ફિલ્મ પર ચર્ચા કરવા માટે ડિનર માટે બોલાવવામાં આવતી, પરંતુ તે હંમેશાં ઓફિસમાં એક પ્રોફેશનલ મીટિંગ પર જ ભાર આપતી. મિનિષાએ એ વાતનો પણ ખુલાસો કર્યો કે એક કે બે વખત એવું પણ થયું હતું કે ઓફરનો સ્વીકારવા કરવાની ના પાડવા પર તેને ફિલ્મમમાંથી બહાર કરી દેવામાં આવી હતી.
મિનિષા લાંબાએ કહ્યું, મને લાગે છે કે, કોઈપણ ઈન્ડસ્ટ્રીમાં જ્યાં પુરુષ હોય છે, તેમાંથી ઘણા બધા પુરુષો આવા પ્રકારની હરકતો કરતા હોય છે. આ ઈન્ડસ્ટ્રી પણ અલગ નથી. મેં પણ આવી વસ્તુઓનો સામનો કર્યો છે, જેમ કે કોઈ વ્યક્તિ ફિલ્મ માટે પુષ્ટિ નથી કરતો અને કહે છે કે તમે રાત્રે ખાવા માટે કેમ નથી મળતા? ત્યાં જ વાત કરી લઈશું, અને હું કહેતી આપણે ઓફિસમાં કેમ ન મળી શકીએ? હું રાત્રે ડિનર માટે ફ્રી હોઈશ કે નહીં તે અત્યારથી હું ના કહી શકું. પરંતુ હું આવતી કાલે ફ્રી છું, આપણે એક સમય નક્કી કરી શકીએ છીએ અને ઓફિસમાં મળી શકીએ છીએ, જાે તમે આગળ ચર્ચા કરવા માગતા હોવ તો. હું આ રીતે આ પરિસ્થિતિને હેન્ડલ કરી લેતી. જાે કે, આવું વધારે વખત નથી થયું, પરંતુ જ્યારે પણ આવું થયું છે, ત્યારે મેં આવી જ રીતે પરિસ્થિતિને સંભાળી છે- જ્યાં હું ડોળ કરું છું તે હું સમજી નથી શકતી, તમે જે કહો છો.
મિનિષા લાંબા ટૂંક સમયમાં રાજ આશૂની ‘કુતુબ મીનાર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય કરણવીર બોહરા પણ લીડ રોલમાં છે.

Related posts

બિગ બોસના ઘરમાં આવવા માટે રાધે મા લેશે દર અઠવાડિયે ૨૫ લાખ રૂપિયા

editor

ટીઆરપીમાં નંબર વનની પોઝિશન પર કૌન બનેગા કરોડપતિ

aapnugujarat

અર્જુન રામપાલ થયા કોરોના સંક્રમિત

editor

Leave a Comment

UA-96247877-1